અમરેલી ખાતે લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટની સમુહ લગ્નના આયોજન અર્થે બેઠક મળી
સમાજના પ્રમુખ કાંતિભાઈ વઘાસીયાએ મીટીંગમાં પધારેલ સૌનું શાબ્દિક સ્વાગત કર્યુ. આગામી ર0 મી ફેબ્રુઆરી-ર0રર ના રોજ લેઉવા પટેલ સમાજ અમરેલીના 13 માં સમુહલગ્નનું આયોજન થનાર હોય તેની પુર્વ તૈયારી માટે સંજોગ ન્યુઝના આંગણે લેઉવા પટેલ સમાજનાં અગ્રણીઓ અને ટ્રસ્ટના હોદેદારોની અગત્યની બેઠક મળી હતી. દરવર્ષની જેમ આ વર્ષે પણ સમુહલગ્નને સફળ બનાવવા માટે દાતાઓ અને સ્વયસેવકોની મીટીંગ મળી હતી. જેમાં દિકરી દતક, આર્થિક યોગદાન અને વસ્તુ તેમજ સેવાનાં દાતાઓએ પોતાના યથાશકિત યોગદાનનીજાહેરાત કરી હતી. વિવિધ સમિતીઓમાં સ્વયંસેવકોને સેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આગેવાનોએ ઉપસ્થિત રહીને વિવિધ સૂચનો સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ બેઠકમાં ડી.કે. રૈયાણી, કાળુભાઈ ભંડેરી, મનુભાઈ દેસાઈ સહિત સમાજનાં વિવિધ ક્ષેત્રના રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક અગ્રણીઓ અને યુવાનો હાજર રહયા હતા. અને આગામી સમુહલગ્નને સફળ બનાવવા તન મન ધનથી સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી.
Recent Comments