fbpx
અમરેલી

અમરેલી ખાતે સગર જ્ઞાતીના નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ યોજાયો

અમરેલી, ૩ જાન્યુઆરી, તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમરેલી મત વિસ્તારની સૌથી મોટી ગ્રામ પંચાયતો પૈકીની ચિતલ અને મોટી કુકાવાવમાં સરપંચ પદે ભારે બહુમતી વિજેતા બનનાર સગર જ્ઞાતિના ઉમેદવારોના સન્માન માટેનો કાર્યક્રમ જ્ઞાતિના અગ્રણી શ્રી હિંમતભાઇ કાનાણીના અધ્યક્ષસ્થાને ભગીરથ પેટ્રોલિયમ અમરેલી ખાતે સંપન્ન થયો હતો.

પ્રાસંગીક પ્રવચન આપતા શ્રી હિંમતભાઇ કાનાણીએ નવનિયુકત સરપંચોને શીખ આપતા જણાવ્યું હતું કે સમાજસેવાની આ ઉત્તમ તક મળી છે ત્યારે તમામ સમાજને સાથે રાખી તમારા ગામનો સર્વાંગી વિકાસ થાય  અને નાનામાં નાના માણસનું કામ થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ. રાજ્યની સરકારના વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવતી સહાય મહત્તમ લોકો સુધી પહોંચે તે દિશામાં કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

ઉલેખનીય છે કે ચિતલ તાલુકા પંચાયતમાં સતત ત્રણ ટર્મ અને જિલ્લા પંચાયતમાં વિજેતા બનનાર સુરેશભાઇ પાથરના ધર્મપત્ની નિતાબેન પાથર ચિતલ ગ્રામ પંચાયતમાં અને મોટી કુંકાવાવમાં નિવૃત ફોજી શ્રી સંજયભાઇ લાખાણી વિજેતા થતા તેમને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પોપટભાઇ કાશ્મીરા, મનસુખભાઇ ગોહિલ, રમેશભઇ ગોહિલ તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી ચતુરભાઇ માંડાણીએ કર્યુ હતું

Follow Me:

Related Posts