અમરેલી ખાતે ૨૬ ફેબ્રુઆરીના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના આયોજન અર્થે કલેક્ટરએ બેઠક યોજી
અમરેલી ખાતે ૨૬ ફેબ્રુઆરીના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ સાથે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ આજે બેઠક યોજી હતી.
કલેક્ટરશ્રીએ આ બેઠકમાં અધિકારીશ્રીઓને ફાળવેલી કામગીરીની અદ્યતન સ્થિતિ મેળવી, આયોજન અંગે વિગતવાર સમીક્ષા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તકે અધિક નિવાસી કલેક્ટર શ્રી આર. વી. વાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વિશાલ સક્સેના, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પટ્ટણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments