fbpx
અમરેલી

અમરેલી : ગાવડકામાં વાડીમાંથી ચોરી કરનાર ર આરોપીની અટકાયત

ગુનાની વિગત એવા પ્રકારની છે કે, ગઇ તા. ર8/1ર/ર1ની રાત્રીના દર્શનભાઇ વાઘજીભાઇ ભાભલા, (ઉ.વ.40) ધંધો – ખેતી રહે. ગાવડકા, તા.જિ. અમરેલી વાળાનીવાડીએ ખેતમજુરો પાણી વાળતા હતા તે દરમ્‍યાન કોઇ અજાણ્‍યા આરોપીઓએ વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ -3 કિંમત. રૂા.13,પ00 તથા એક ચાંદીના ચેઇન કિંમત રૂા.3000 મળી કુલ કિંમત રૂા. 16,પ00 ની ચોરી કરી લઇ ગયેલ હોય. જે અંગે દર્શનભાઇએ ફરીયાદ આપતાં, અજાણ્‍યા આરોપી વિઘ્‍ધ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાંગુનો રજી. થયેલ હતો.અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલ્‍કત સબંધી ગુનાના આરોપીઓને ર્શોધી કાઢી, તેમના વિરૂઘ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેકટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માગશદર્શન આપેલ હતું.

અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ.આર.કે. કરમટા, પો.સ.ઇ. પી.એન. મોરી તથા એલ.સી.બી. ટીમને તા. ર6/01/ર0રર નાાં રોજ ચોક્કસ બાતમી મળેલ કે, બે ઇસમો અમરેલી, કુંકાવાવ રોડ, માાંગવાપાળ ગામના પાટીયા પાસે શંકાસ્‍પદ હાલતમાં ઉભેલ હોવાની હકીકત મળતાં, તુર્જ જ મળેલ બાતમીવાળી જગ્‍યાએ તપાસ કરતા, બન્‍ને ઇસમોને પકડી પાડી, તેમની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મુદ્‌ામાલ રીકવર કરેલ છે.પકડાયેલ આરોપીઓ (1) ભાયા ઉર્ફે દીનેશ કાન્‍તુભાઈ બગલ (ર) થાનસિંહ દશીરીયા ઉર્ફે ભીમસિંહ બાંગડીયા રહે. રંગપુર, વાડી વિસ્‍તાર, તા.જી.અમરેલી.અલગ-અલગ કંપનીનાં મોબાઈલ ફોન નંગ 1પ કિંમત રૂા. 48,ર00 તથા ચાંદીનો ચેઈન કિંમત રૂા. 1ર30 મળી કુલ કિંમત રૂા. 49,430નો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.પકડાયેલ આરોપીઓ તથા મુદામાલ આગળની કાર્યવાહી થવા માટે અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

Follow Me:

Related Posts