અમરેલી જિલ્લાના ગાવડકા પ્રાથમિક શાળાના મહિલા શિક્ષિકાએ ગોલ્ડ મેડલ જીત્યો.
ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં નેશનલ લેવલ પર ગુજરાત સચિવાલય ટીમે ૧ ગોલ્ડ સહિત ૩ મેડલ જીત્યા.વિરમગામ ના વતની કોચ કેતન પટેલના માર્ગદર્શન હેઠળ નુતનબેન માલવીયાએ લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ અને ૧૦ કિલોમીટર દોડમાં અરવિંદ કટારાએ સિલ્વર મેડલ જીત્યો. નૂતન ચેમ્પિયન શિપ ૨૦૨૩-૨૪નું ચંડીગઢ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ “ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત – સચિવાલય ટીમે ૧ ગોલ્ડ – મેડલ સહિત કુલ ૩ મેડલ્સ જીત્યા હતા.નૂતન બેન માલવીયા (અમરેલી) એ લોંગ જમ્પ માં ગોલ્ડ મેડલ અને ૧૦ કિલોમીટર દોડમાં અરવિંદ કટારા (દાહોદ)એ સિલ્વર મેડલ જીત્યો હતો. રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતનારા ખેલાડીઓને મિત્રો, પરિવારજનો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ સહિતના લોકો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પ્રથમ વખત લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર ફીટ એન્ડ હિટ નૂતનબેન માલવિયા. ૨૦થી વધારે નેશનલ ગેમ્સનો અનુભવ ૧૦ થી વધારે ગોલ્ડ, ૪ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ જીતનાર નૂતન માલવીયા અને દાહોદ જિલ્લાના તાપણી ગામના અરવિંદ રતનભાઇ કટારા જે સામાજિક વનીકરણ વિભાગ દાહોદ ના વિસ્તરણ રેન્જ બારીયા માં ફરજ બજાવે છે.એ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ એથ્લેટિક્સ ચેમ્પિયન શિપમાં ૧૦ કિલોમીટર દોડમાં સિલ્વર મેડલ મેળવેલ હતો. નુતનબેન માલવિયા એ ફરી એકવાર અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ગુજરાતની પ્રથમ મહિલા અને અમરેલી જિલ્લાના ગાવડકા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા નૂતન માલવીયા લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Recent Comments