fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન યોજાયુ, આંગણવાડી, કચેરી, માર્ગ  સહિતના સ્થાનો પર સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ

 ‘સ્વચ્છતા હી સેવા’ મહા અભિયાન અંતર્ગત સોમવારે અમરેલી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. આ અભિયાન અંતર્ગત સોમવારે અમરેલી તાલુકા પંચાયત કચેરીમાં રેકર્ડ વર્ગીકરણ તેમજ સફાઈની કામગીરી કરવામાં આવી હતી. કચેરીના કર્મચારીઓ દ્વારા આ અભિયાનમાં જોડાઈ અને રેકર્ડની સુવ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ચરખડીયા ગામે આજરોજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત અવિકસિત વિસ્તારો, બજાર, બસ સ્ટેન્ડ વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી,  તલાટી કમ મંત્રીશ્રી,  ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

        સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે અભિયાન અંતર્ગત આંગણવાડીની સાફ સફાઈ કરવામાં આવી હતી. આંગણવાડીના કર્મચારીઓ અને બહેનો દ્વારા આ ઝુંબેશમાં જોડાઈ આંગણવાડીના કક્ષ, રસોઈ કક્ષની સાફ સફાઈ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts