વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો અમરેલી જિલ્લાના પાંચ તાલુકાઓમાં પ્રારંભ થયો હતો જેમાં ૧૦ ગામડાઓના ૧,૬૮૯ નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપિથિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવ્યા હતા.
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના પ્રથમ દિવસ, તા.૨૪ નવેમ્બર, ૨૦૨૩ના રોજ આરોગ્ય કેમ્પમાં ૩૪૮ નાગરિકોએ આરોગ્ય ચકાસણી, ૪૭ નાગરિકોએ ટીબી ટેસ્ટ કરાવ્યા હતા. માય ભારતમાં ૭૨ સ્વયંસેવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે ૭૧ રજીસ્ટ્રેશન થયું હતું. ૧૩ મહિલાઓ, ૨ વિદ્યાર્થીઓ, ૨ સ્થાનિક રમતવીરો, ૨ સ્થાનિક કલાકારોને એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા હતા.
‘મેરી કહાની મેરી ઝુબાની’ના ૩૧ લાભાર્થીઓ હતા. ૨૧૩ નાગરિકોએ ભારતના વિકાસ માટે સંકલ્પ લીધા હતા. જમીન આરોગ્ય ચકાસણી નિદર્શનનો ૨૬ લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો. પ્રાકૃતિક કૃષિ બાબતે ૩૭ ખેડુતોએ માર્ગદર્શન મેળવ્યું હતું.
આયુષમાન કાર્ડ, જનધન, પીએમ કિસાન અને જળ જીવન મિશન (હર ઘર જલ)ની સંતૃપ્તિ માટે ૩૬ લાભાર્થીઓને વિગતો આપી યોજનાકીય લાભ પહોંચાડવા કાર્યવાહી કરવામાં આવી. ખુલ્લામાં શૌચ ન થાય તે માટે ૮ નાગરિકોને માહિતગાર કરી તેમને શૌચાલયની સુવિધાના લાભો મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું. ૧૦ નાગરિકોએ તેમના જમીનને લગતા રેકર્ડસનું ડિજિટલાઇઝેશન કરાવ્યું. ૧૨૩ લાભાર્થીઓએ આયુષમાન કાર્ડ માટેની પ્રક્રિયા કરી અને ૬૫ આયુષમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. મહત્વનું છે કે, તા.૨૪ નવેમ્બરે અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, ધારી, કુંકાવાવ વડિયા, બાબરા તાલુકામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ થયો હતો. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના પૂર્વનિર્ધારિત રુટ મુજબ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ધારી તાલુકાઓના ગામડાઓમાં તા.૨૪ નવેમ્બરથી તા.૨૯ ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે. જ્યારે સાવરકુંડલા તાલુકામાં તા.૨૪ નવેમ્બરથી તા. ૦૧ જાન્યુઆરી,૨૦૨૪ સુધી પરિભ્રમણ કરશે. કુંકાવાવ તાલુકામાં તા.૨૪ નવેમ્બરથી તા.૧૬ ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે. રાજુલા તાલુકામાં આ યાત્રા તા.૨૪ નવેમ્બરથી તા.૨૮ ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે. બાબરા તાલુકામાં તા.૨૪ નવેમ્બરથી તા.૨૨ ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે. મહત્વનું છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ- જલજીવન મિશન, દીનદયાલ અંત્યોદય યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટીલાઇઝર યોજના સ્વામિત્વ યોજના, જનધન યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે. આમ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા જનકલ્યાણકારી યોજનાઓ આ યાત્રા દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.


















Recent Comments