અમરેલી

અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલયએ દાવેદારોનો રાફડો ફાટ્યો, સ્થાનિક સ્વરાજની ચુંટણી લડવા કેસરિયા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ

ગત રોજ રાજ્ય ચુંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચુંટણી જાહેર થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ
નિર્ધારિત સેન્સ પ્રક્રિયા હાથ ધરાવમાં આવિક છે ત્યારે અલગ અલગ મંડળોની ત્રણ જગ્યાએ ત્રણ જૂથ બનાવી સેન્સ
માટે વ્યવસ્થા ગોઠવામાં આવી છે, જેમાં અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય , ગાંધી ધર્મશાળા સાવરકુંડલા તથા
બ્રહ્મસમાજની વાડી ધારી ખાતે પ્રદેશ ભાજપના નિરીક્ષકો તેમજ વ્યવસ્થા માટે જીલ્લા ભાજપના હોદેદારો દ્વારા સવારથી
કાર્યકરોને સાંભળવા કવાયત હાથ ધરી છે.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સ્થાનિક સ્વરાજની ચુંટણી લડવા સેન્સ પ્રક્રિયાના ત્રણેય સ્થળે
ભાજપના કાર્યકર ભાઈઓ – બહેનો, સામાજિક આગેવાન, સેવાભાવી સંસ્થાના પ્રતિનીદ્ધિઓ સહીત યુવા કાર્યકરોએ
પોતાની દાવેદારી નોધાવી હતી. નિરીક્ષકોએ મોડી રાત સુધી ચુંટણી લડવા ઈચ્છુક દાવેદારોને સાંભળા હતા.
સેન્સ પક્રિયા માટે અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના માર્ગદર્શનમાં મહામંત્રીઓ મયુરભાઈ
માંજરીયા, રાજુભાઈ ભૂતૈયા, ચેતનભાઈ શિયાળ સહીત જીલ્લા ટીમએ સુંદર વ્યવસ્થા ગોઠવી છે તેમ મિડિયા કન્વીનર
વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.

Related Posts