અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતો ફળ પાક વાવેતરની બીજા-ત્રીજા વર્ષની સહાય માટે તા.૩૧ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી
અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને બાગાયત કચેરી દ્વારા જે ખેડૂતોને વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ફળઝાડના વાવેતર માટે સહાય મેળવી હોય તેવા સહાય મેળવનાર લાભાર્થીઓને બીજા-ત્રીજા વર્ષના હપ્તાની રકમ ચૂકવવામાં આવી રહી છે. આ રકમની ચૂકવણી માટે નાયબ બાગાયાત નિયામકશ્રી, જિલ્લા બાગાયત કચેરી દ્વારા ખેડૂતોને દસ્તાવેજો રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે.
જે ખેડૂતોએ બીજા – ત્રીજા વર્ષ માટે ફળ પાક વાવેતરમાં સહાય માટે અરજીઓ કરવાની બાકી હોય તેમણે પુરાવાઓ સાથે તા.૩૧/૮/૨૦૨૨ સુધીમાં આ માટે અરજી કરવી. વધુ માહિતી માટે બાગાયત કચેરીનો સંપર્ક કરવો. આ ઉપરાંત આ યોજનાનો લાભ લેવા તા.૩૧/૦૮/૨૦૨૨ સુધીમાં જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રી, જિલ્લા બાગાયત કચેરી, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે સંપર્ક કરવા અને અરજીઓ મોકલાવી આપવા માટે નાયબ બાગાયત નિયામકશ્રી અમરેલીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.
Recent Comments