અમરેલી

અમરેલી જિલ્લાના વિવિધ પ્રશ્નોની મુખ્યમંત્રી પટેલને રજૂઆત કરતા અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યો તથા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અને અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ

અમરેલી જિલ્લાના વિકાસને લગતા પડતર પ્રશ્નો તથા ખેડૂતોના અને પ્રજાલક્ષી વિકાસના કામો માટે અમરેલી જિલ્લાના પાંચે પાંચ ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ આજરોજ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મુલાકાત કરી વિકાસને લગતા મુદ્દાઓ પર પરામર્શ કરી માર્ગદર્શન મેળવ્યું હતું..

માન. મુખ્યમંત્રી સાથે જનસુવિધાને સ્પર્શતા મુદ્દાઓ પર રજૂઆત કરતા અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ                    શ્રી ભરતભાઈ સુતરિયા, સાવરકુંડલા – લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, ધારી – ખાંભા – બગસરાના ધારાસભ્ય શ્રી જે.વી કાકડિયા તથા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય શ્રી  હીરાભાઈ સોલંકી અને લાઠી- બાબરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જનક તળાવિયા દ્વારા  સબંધિત અધિકારીને તાત્કાલિક સૂચના આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી..

Related Posts