fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના સ્વચ્છાગ્રહીઓએ સ્વચ્છતા માટે શ્રમદાન કર્યુ, તમામ તાલુકાઓમાં નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન યોજાયું

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આગામી બે માસ સુધી પ્રતિ દિન સ્વચ્છતા કાર્યક્રમો યોજવાની પહેલ કરી હતી. રાજ્યના આ ચાર પખવાડીયાના મહા સ્વચ્છતા અભિયાનમાં બીજા રવિવારે સ્વચ્છતા કેલેન્ડર મુજબ ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી. જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રા ધામ ગળધરા ખોડિયાર મંદિરઆઇકોનીક પ્રવાસન સ્થળ આંબરડી સફારી પાર્કથી લઈને વિવિધ તાલુકાઓના નાના-નાના મંદિરોપ્રવાસન સ્થળોયાત્રાધામો ખાતે સરકારી અધિકારીશ્રીઓકર્મચારીઓનાગરિકોસમાજ સેવી સંસ્થાઓ અને જિલ્લાના સ્વચ્છાગ્રહીઓએ સાથે મળીને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યુ હતું.

      અમરેલી તાલુકાના ગીરિયા ગામે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મંદિરની સામૂહિક સફાઈ કરવામા આવી હતી. લીલીયા તાલુકાના વિવિધ ગામોમાં સરપંચશ્રીઓસદસ્યોઆગેવાનો તલાટી મંત્રીશ્રીઓતાલુકા પંચાયતના કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. બાબરતા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉત્સાહભેર સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. ગામના વડીલો પણ આ અભિયાનમાં જોડાતા સૌને ઉત્સાહ પુરો પાડ્યો હતો.

       જાણીતા સ્થળો ઉપરાંત જિલ્લાના નાના યાત્રાધામો. મંદિરો, ડેરીઓની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં ધારી તાલુકાના સમઢિયાળા ગામે મંદિરની આસપાસ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.  ખાંભા તાલુકામાં ત્રાકુડા ગામે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત મંદિર ઉપરાંત જાહેર મોર્ગોની સરપંચશ્રીઉપસરપંચશ્રીગ્રામજનો અને સદસ્યોએ સફાઈ કરી હતી. આ કાર્યક્રમમાં એસ.બી.એમનો સ્ટફા પણ ઉપસ્થિત રહ્યો હતો. રાજુલા તાલુકાના વિવિધ ગામોમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતુ. જેમાં ખાખબાઈ ગામે રાધાકૃષ્ણ મંદિરની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ કડીના ભાગરૂપે અમરેલી જિલ્લાના મોટા મુંજીયાસર ગામે ગ્રામજનોએ શિવ મંદિરની સાફ સફાઈ કરી હતી.

     અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારના જાફરબાદ તાલુકામાં પણ સ્વચ્છતા અભિયાન ઉત્સાહભેર યોજાયું હતું. જાફરબાદના ભાડા ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામજનોએ મંદિરની સાફ સફાઈ કરી આસપાસના વિસ્તારમાંથી કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કર્યો હતો.

• મહિલાઓ પણ ફ્રન્ટલાઇન પર

સ્વચ્છતા અભિયાનમાં મહિલાઓએ આગવો ભાગ ભજવ્યો હતો. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતીરાળા ગામે ગામના મહિલા મંડળો દ્વારા ગામના મંદિરોની સાફ સફાઈ કરવામાં આવી હતી. આમ સ્વચ્છતા અભિયાનમાં નારી શક્તિએ ફ્રન્ટલાઇન પર કર્મયોગ કર્યો હતો. જિલ્લાના કુંકાવાવ તાલુકાના રામપુર ગામે મંદિરની સાફ સફાઈ કરવામાં આવી હતી.  જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે ગોદડિયા બાપુના આશ્રમ ખાતે મંદિરઅને રામવાડીની સામૂહિક સાફ સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી. એ.ટી.ડી.ઓશ્રીસ્વચ્છ ભારત અભિયાન સાવરકુંડલા બ્લોક કોર્ડિનેટર શ્રીતલાટી કમ મંત્રીશ્રી. ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

• આઇકોનીક પ્રવાસન સ્થળ આંબરડી સફારી પાર્ક ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું

જિલ્લામાં ધારી ખાતે શેત્રુંજી નદીના કિનારે આવેલા આંબરડી સફારી પાર્ક ખાતે ગીર પૂર્વ વનવિભાગ ધારી દ્વારા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યુ હતુ. આંબરડી સફારી પાર્ક ખાતેથી વન વિભાગના અધિકારીશ્રીઓએ ધારી આર.એફ.ઓશ્રી સાથે મળી અને 30 કોથળા પ્લાસ્ટિક એકત્ર કર્યુ હતું. આમ સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન ઉત્સાહભેર બીજા રવિવારે યોજાયું હતુ. આ અભિયાનના ભાગરૂપે તા.૨૩થી ૨૮ ઓક્ટોબર સુધી જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓયુનિવર્સિટીબિલ્ડીંગશાળાકોલેજો અને આંગણવાડીની સફાઈ કરવામાં આવશે.

Follow Me:

Related Posts