આગામી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી સમગ્ર અમરેલી જિલ્લાના તમામ હથિયાર ધારકોએ પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેેશનમાં ૨૨ નવેમ્બરના બહાર પાડવામાં આવેલા જાહેરનામાના દિવસ-૭ માં પોલીસ સ્ટેશનોમાં જમા કરાવી દેવાના રહેશે. ચૂંટણી પ્રક્રિયા પુરી થયે પરવાનેદારોએ તેમના હથિયારો પરત મેળવી લેવાના રહેશે. આ હુકમ સમય દરમિયાન અમરેલી જિલ્લાની મુલાકાતે આવનારા લોકોને પણ આ હુકમ લાગુ પડશે. જિલ્લાના તમામ હથિયાર ખરીદ વેચાણ કરતાં પરવાનેદારોએ ચુંટણી સમય દરમિયાન હથિયાર ખરીદ વેચાણ કરનારને હથિયારોની સોંપણી નહિ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ગૌરાંગ મકવાણાના જાહેરનામામાં જણાવાયુ છે.
અમરેલી જિલ્લાના હથિયાર ધારકોએ હથિયાર જમા કરાવી દેવા

Recent Comments