અમરેલી

અમરેલી જિલ્લાના ૦૯ તાલુકાઓમાં ‘વિકિસત ભારત સંકલ્પ યાત્રા’નું ઉષ્માભેર સ્વાગત

 ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત અમરેલી જિલ્લામાં મંગળવારે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના ધારી, કુંકાવાવ-વડીયા, રાજુલા, સાવરકુંડલા, બગસરા, બાબરા, ખાંભા, જાફરબાદ, લીલીયા તાલુકામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના’ રથે પરિભ્રમણ કર્યુ હતું. જિલ્લાના વિવિધ ગામોમાં યોજાઈ રહેલા કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને સ્થળ પર કીટ વિતરણ, યોજનાઓના કાર્ડ એનાયત, કૃષિ ડ્રોન નિદર્શન,  લાભાર્થીઓનાં સંવાદ અને સ્થળ પર જ યોજના સાથે જોડવાનો ક્રમ આગળ ધપાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સૌએ ડિજિટલ રથના માધ્યમથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંદેશને સૌએ નિહાળ્યો હતો. મંગળવારે જિલ્લાના ૦૯ તાલુકામાં  સાવરકુંડલા તાલુકાના ખડકાળા, બોરાળા, બગસરા તાલુકાના નાના મૂંજીયાસર, રફાળા, ધારી તાલુકાના મોણવેલ, ભાડેર, જાફરબાદ તાલુકાના બાલાનીવાવ સહિતના ગામોમાં સવારે અને સાંજે રથનું આગમન થયા બાદ કાર્યક્રમ યોજાયા હતા.

કાર્યક્રમના અંતે સૌએ ‘વિકસિત ભારત’ના નિર્માણના શપથ લીધા હતા. કાર્યક્રમ સ્થળો પર વિવિધ યોજનાના સ્ટોલનું નિદર્શન અને સ્થળ પર રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું, જેમાં પ્રાકૃતિક કૃષિ, ઉજ્જવલા યોજના, લીડ બેન્ક, આરોગ્ય તપાસણી, પશુ આરોગ્ય તપાસણી સહિતના ઉપક્રમો સમાવિષ્ઠ હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts