આપણા રાજયમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે કોરોનાની સ્થિતિ બેકાબુ બની ગઈ છે અને રાજયના તમામ જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ હરણફાળ ગતિથી વધી રહ્યું છે . અમદાવાદ , સુરત , વડોદરા , રાજકોટ જેવા મોટા શહેરો સહિત નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે . કોરોનાના કારણે આજે તમામ જિલ્લા અને તાલુકામાં પણ સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોના સંક્રમિત દર્દીઓથી ઉભરાઈ રહી છે . મારા વિધાનસભા મતવિસ્તાર અમરેલી જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહેલ છે . અમરેલી જિલ્લાની સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર લઈ રહ્યા છે . કોરોનાના દર્દીઓ માટે ઓક્સીજનની ખાસ જરૂરિયાત છે . અમરેલી જિલ્લામાં પણ દરરોજ ૧૧ ટન જેટલા ઓક્સીજનની જરૂરિયાત રહે છે . અમરેલી જિલ્લાની ખાનગી હોસ્પિટલોને અચાનક જ ઓક્સીજન પુરવઠો આપવાનું બંધ કરવામાં આવેલ છે , જેના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા કોરોનાના દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ જશે . આજે સવારે ૧૧-૦૦ કલાકની સ્થિતિએ માત્ર બે કલાક ચાલે તેટલો જ ઓક્સીજનનો પુરવઠો ઉપલબ્ધ છે .
અમરેલી જિલ્લાને રાજકોટ , ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઓક્સીજનનો પુરવઠો ફાળવવામાં આવે છે , જે ખાનગી હોસ્પિટલોને છેલ્લા બે દિવસથી બંધ કરી દેવામાં આવેલ છે . ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ તથા હોમ આઈસોલેશનમાં રહેલ દર્દીઓને ઓક્સીજનની ખાસ જરૂરિયાત છે . અમરેલી જિલ્લામાં ઓક્સીજનનો પ્લાન્ટ પણ નથી , જેથી તાત્કાલિક અસરથી અમરેલી જિલ્લામાં ઓક્સીજનના ડેસ્ટીનેશન ઉભા કરી અમરેલી જિલ્લાને પૂરતા પ્રમાણમાં ઓકસીજન પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા યુદ્ધના ધોરણે કરવા મારી ખાસ વિનંતી સહ ભલામણ છે . અન્યથા ઓક્સીજનના વાંકે હજારો દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ જશે ,
Recent Comments