v૮ મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિતે સમગ્ર અમરેલી જિલ્લાની તમામ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓમાં વિવિધ ક્રાર્યકમો યોજી ઉત્સાહપુર્વક વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. કસ્તુરબા ગાંધી બાલીકા વિધાલય રાજુલા અને જાફરાબાદમાં ચિત્ર સ્પર્ધા, નાટક, શૌર્યગીત, યોગ જેવા કાર્યક્રમો યોજાયા હતા. તેમજ શિક્ષક બહેનો દ્વારા દેશની મહાન મહિલાઓને યાદ કરવામાં આવી અને વિવિધ ક્ષેત્રોમાં તેમણે મેળવેલ સિધ્ધીઓને યાદ કરવામા આવી હતી. સાવરકુંડલાની ઓળિયા પે.સે શાળામાં શાળામાં મહિલા ગ્રામજનો તેમજ એસ.એમ.સી. ના સભ્યો તેમજ સી. આર. સી. બહેનશ્રીઓ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમના સહભાગી થયા હતા.
આ કાર્યક્રમ સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને શાળામાં પધારેલા વાલી મહિલાઓનાં હસ્તે પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. હામાપુરની એલ.કે બાબરીયા હાઈસ્કુલ ખાતે જિલ્લા પંચાયત સદસ્યશ્રી ઈલાબેન માયાણી તેમજ એસએમસી ના સભ્યો હાજર રહી કાર્યકમ ઉજવવામાં આવ્યો હતો.
Recent Comments