અમરેલી

અમરેલી જિલ્લાને ટૂંક સમયમાં જ રૂા. ૨૦ કરોડના ખર્ચે બનનાર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સુવિધા મળશે એમ જણાવતાં અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા

અમરેલી જિલ્લાના સાર્વત્રિક વિકાસના દ્વાર ખુલ્યા હોય, એ રીતે જિલ્લાને એક પછી એક પ્રજાલક્ષી સુવિધાઓની ભેટ મળવાની શરૂઆત થઈ ગઈ છે.

જિલ્લાના માંગવાપાળ ગામે અંદાજે ૮,૦૯૪ ચો. મી. જમીનમાં જિલ્લાના નાગરિકો, યુવાનો તથા બાળકો માટે અદ્યતન સુવિધાથી સજ્જ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું નિર્માણકાર્ય સમયસર પૂર્ણ થાય એ માટેની સઘળી કામગીરી સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા આરંભી દેવાય છે.

પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ એજન્સીની પણ નિમણૂક કરી દેવાઈ છે. જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની ડિઝાઈન અને બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી હોય, આગામી દિવસોમાં અમરેલી જિલ્લાને રૂા. ૨૦ કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની ભેટ મળશે, એમ અમરેલીના ધારાસભ્ય અને સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

Related Posts