અમરેલી

અમરેલી જિલ્લામાં તા.૦૨ નવેમ્બરે રાજકીય શોક

મોરબી દુર્ઘટનાના શોકમાં આગામી તા.૦૨ નવેમ્બર,૨૦૨૨ને બુધવારના રોજ   અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ રાજકીય શોકના અનુસંઘાનમાં જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સૂચના જાહેર કરી છે. આ રાજકીય શોક દરમિયાન મંગળવારે જિલ્લામાં જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ લહેરાવાતો હોય ત્યાં અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવવાનો રહેશે. આ ઉપરાંત બુધવારે જિલ્લામાં કોઈ પણ પ્રકારના જાહેર સમારંભો, સત્કાર સમારંભો કે પછી મનોરંજનના કાર્યક્રમો યોજી શકાશે નહીં.

Related Posts