અમરેલી જિલ્લામાં ૧૯ ફેબ્રુઆરી થી ૨ માર્ચ દરમિયાન ચિત્રસ્પર્ધાનું આયોજન
રમત ગમત ખાતા દ્વારા મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ અભિયાન અંતર્ગત એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાનાં હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોનાની પરિસ્થિતિમાં ફેસબુક, વ્હોટસપ, ઈન્સ્ટાગ્રામ તથા વિડીઓ ગેઈમ્સ જેવી પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરાશે. આ યોજનાને મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ ફેસબુક પેઈજ, યુ ટ્યુબ ચેનલ, રેડીઓ ક્વીઝ, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડીઓ/વિડીઓ કલીપ રજુ કરી યુવાનોને રમત ગમત પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે. જેમાં ૮ થી ૧૩ (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૦ ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકે A4 સાઈઝનાં ડ્રોઈંગ પેપર પર “હોળી” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી ઉંમર આધાર પુરાવા(આધાર કાર્ડ/ ચૂટણી કાર્ડ/ ડ્રાઈવીંગ લાઇસન્સ/ પાન કાર્ડ) તેમજ સ્પર્ધકે કૃતિ પાછળ પોતાનું નામ સરનામું, મો.નંબર, ઈ-મેઈલ આઈ.ડી વગેરે જેવી બાબતો ઉલ્લેખ કરવાનો રહેશે. તા.૦૨/૦૩/૨૦૨૧ બપોરના ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ નં-૧૧૦/૧૧૧, પ્રથમ માળે, અમરેલીને મોકલવાની રહેશે.
આ સ્પર્ધામાં અમરેલી જિલ્લામાંથી ત્રણ ચિત્રોની જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે. જેમાં ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકી સાત વિજેતાઓને (પ્રત્યેકને) રૂ.૫,૦૦૦/- પ્રોત્સાહક ઇનામ પણ અપાશે. આ અંગેની વધુ માહિતી ફેસબૂક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ-ટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsiROvtHpN4rKensUaz-g પરથી તેમજ રમત ગમત કચેરીના ફોન નં. ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ પરથી મળી શકશે.
Recent Comments