અમરેલી

        અમરેલી જિલ્લામાં ૯ થી ૧૨ જૂન દરમિયાન છુટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી

 રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ૦૯ થી ૧૨ જૂન અમરેલી જિલ્લામાં છુટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લામાં આ ત્રણ દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડી શકે  છે. અને પવનની ગતિ ૩૦-૪૦ કિલોમીટ પ્રતિ કલાકની રહેવાનું અનુમાન છે.  ૭ જૂનથી૮ જૂન સવારે ૧૦.૩૦ સુધીમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ લાઠી તાલુકામાં સૌથી વધુ ૬૯ એમ.એમ. વરસાદ પડ્યો છે.

Related Posts