અમરેલી જિલ્લા આરોગ્ય સમિતિ ના જીતુભાઇ ડેર ની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિન નિમિત્તે તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન

અમરેલી જિલ્લા આરોગ્ય સમિતિ ના જીતુભાઇ ડેર ની અધ્યક્ષતા માં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ના ૭૧ મા જન્મદિન નિમિત્તે તાલુકા કક્ષાના કાર્યક્રમ નું આયોજન
લાઠી તાલુકા ના ભુરખીયા તાલુકા પંચાયત ની સીટ પર વેકસિનેશન માં ૭૧ વ્યક્તિ ને પ્રથમ તેમજ બિજો ડોઝ આપવામાં આવ્યો. આ ઉપરાંત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું જેમાં આરોગ્ય સમિતિ ના ચેરમેન જીતુભાઈ ડેર,ભુરખીયા માજી સરપંચ અમરશીભાઈ પરમાર, તાલુકા પંચાયત ના સદસ્યશ્રી ચિરાગભાઈ પરમાર,તાલુકા પંચાયત સદસ્યશ્રી રાકેશભાઈ સોરઠીયા, વાલજીભાઈ પરમાર, મહેશભાઈ પરમાર, દેવજીભાઈ સિંધવ, લાલજીભાઈ ગામી, લાલજીભાઈ રાઠોડ, વિમલભાઈ ત્રિવેદી, ગોરખભાઈ પરમાર, રમેશભાઈ વાઢેર તેમજ ભુરખીયા ગામ વિકાસ સમિતિના યુવાગૃપે હાજરી આપી હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદીજીનું રામમંદિર નિર્માણ માં મહત્વનું આપ્યું હોવાથી તે નિમિત્તે સાંજે રામજીમંદિરે આરતી ના દર્શન અને ગણપતિ દાદા ની આરતી લેવામાં આવી હતી. આરતી સમયે ૭૧ દિવા પ્રગટાવી ૭૧ મોદીજી લખવામાં આવ્યું હતું. રાત્રે ભુરખીયા ગામ વિકાસ સમિતિ દ્રારા કેક કાપી મો મીઠા કરવામાં આવ્યા, આરોગ્ય કર્મચારી ગાયત્રીબેન લાડોલા, જયદેવભાઈ કનાળા, ગીતાબેન ટાંક, આંગણવાડી વર્કર પ્રિતીબેન ત્રિવેદી અને આશાબેન રાઠોડ, શિક્ષક ગીતાબેન પ્રજાપતિ દ્રારા દિવસ દરમિયાન ડોર ટુ ડોર અને રાત્રી સેશન ગોઢવી વેકસિનેશન પુરૂ કરવામાં આવ્યું. સાદગીપૂર્વક અને સમાજ ઉપયોગી કાર્યક્રમ દ્રારા આદરણીય મોદીજી ના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
Recent Comments