અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ગુજરાત રાજ્યમાં તેના છેલ્લા લગભગ ત્રણ દાયકાના સદંતર નિષ્ફળ શાસન, ગેરવહીવટ અને આપખુદશાહી પ્રજાવિરોધી નિર્ણયોના પરિણામ હવે જ્યારે ભીંત ઉપરના લખાણ જેવા સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે ત્યારે ભારતીય જનતા પક્ષના નેતાઓ તેમના છેલ્લી ઘડીના પ્રયાસો કરીને પ્રજા ઉપર ધાક જમાવવા હવાતિયાં મારી રહ્યાં છે તેના બોલતા પૂરાવા રૂપ ઘટનામાં શનિવારે કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ પર ઘાતક હૂમલો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને તાકીદ કરે છે કે આવી કોઈ ઘટના સાંખી લેવામાં આવશે નહીં. આવી બાબતોને વખોડી કાઢતા અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમરેલી જીલ્લા કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું.

વધુમાં જીલ્લા કોંગ્રેસે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં આદિવાસી લોકોના હિત અને અધિકાર માટે લડતાં અને આદિવાસી પ્રજામાં ભારે લોકચાહના મેળવી રહેલાં શ્રી અનંત પટેલના નિશ્ચિત વિજયને સાંખી નહીં શકતાં કથિત રીતે નવસારી જિલ્લા પચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર દ્વારા કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્યશ્રી અનંત પટેલ ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. પ્રજાલક્ષી કે જાહેર હિતના કોઈ કામ છેલ્લા રપ વર્ષ દરમ્યાન નહીં કર્યા હોવાથી પ્રજાના રોષનો ભોગ બની રહેલા ભાજપના નેતાઓ હવે ચૂંટણીમાં વિજય મેળવવા પ્રજા ઉપર ધાક જમાવવા આવી નિમ્ન સ્તરીય રાજનીતિ આચરી રહ્યાં છે, જેને કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડી કાઢે છે.

કોંગ્રેસ પક્ષના નેતાઓએ કલેકટરશ્રી, અમરેલીના માધ્યમથી જણાવે છે કે, આ ઘટના અંગે તાકીદે તપાસ હાથ ધરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને નહીં તે માટે અગમચેતીરૂપ પગલાં લેવામાં આવે. જો આ ઘટનાના દોષિતો સામે સત્વરે કાયદાકીય પગલાં નહીં લેવામાં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા વધુ આક્નમક કાર્યક્રમો આપવામાં આવશે જેની નોંધ લેશો. તાજેતરની ઘટનાઓ એ વાતનો સંકેત આપે છે કે પ્રજામાં સરકારના અઢી દાયકાના ગેરવહીવટ અને પ્રજાવિરોધી શાસન પ્રત્યે ભારે રોષ વ્યાપી રહ્યો છે ત્યારે હતાશ થઈ ગયેલ ભાજપ કોઈપણ પ્રકારે પ્રજા ઉપર ધાક જમાવીને ફરીથી એકવાર સત્તા હડપી લેવા હવાતિયાં મારી રહ્યો છે. આપના માધ્યમથી, અમે જિલ્લા કોંગ્રેસના આગેવાનો આપને અનુરોધ કરીએ છીએ કે
સત્તાધારી પક્ષની આવા નિમ્નસ્તરીય અને ગેરકાયદેસર પ્રવૃતીઓ અટકાવવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય તે જોવાની જવાબદારી પણ કલેકટર સાહેબની રહે છે. જેવી વિવિધ મુદાઓ સાથે આજરોજ અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવેલ હતું.

આ તકે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી જનકભાઈ પંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી,અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ શ સંદીપ પંડ્યા, જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દેવરાજ બાબરીયા,મહિલા પ્રદેશ મહા મંત્રી હંસાબેન જોષી,જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન સોડાગર,વિધાનસભા યુથ પ્રમુખ મોનીલભાઈ ગોંડલિયા,તાલુકા ઉપપ્રમુખ વિપુલભાઈ પોંકીયા ,અલ્પેશભાઈ દૂહિરા,રાજુભાઈ સોલંકી, ડાયાલાલ મહેતા,નાસીર ભાઈ નકવી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts