અમરેલી

અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટી સાત માસથી ફરાર કાચા કામના કેદીને અમરેલીની સિવિલ પાસેથી પકડી પાડતી LCB ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા

ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ આજ રોજ તા.૨૪/૦૫/૨૦૨૨ ના રોજ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૦૧૫૬૪/૨૦૨૦, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૪૧૩, ૧૧૪ મુજબના ગુનાના કામે અમરેલી જિલ્લા જેલ ખાતે કાચા કામના કેદી તરીકે હોય, મજકુર કેર્દી નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે તા.૧૬/૧૦/૨૦૨૧ થી તા.૨૨/૧૦/૨૦૨૧ એમ દિન-૭ માટે વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ મજકુર કેદીને તા.૨૩/૧૦/૨૦૨૧ ના રોજ અમરેલી જિલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે અમરેલી જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો. આ કેદી અમરેલી, સીવીલ હોસ્પીટલ પાસે હાજર છે તેવી ચોક્કસ બાતમી મેળવી, કાચા કામના કેદીને પકડી પાડી, અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.

→ પકડાયેલ કાચા કામના કેદીનું નામ

પ્રકાશ ઈશ્વરભાઈ કમેજાળીયા, ઉ.વ.૩૦,રહે.તાજપર, તા.જિ.બોટાદ, હાલ રહે.સણોસરા,તા.સિહોર, જિ.ભાવનગર

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts