અમરેલી

અમરેલી જિલ્લા પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીનું માનવતાવાદી અભિગમ

 કરજાળાના પાટીયા પાસે સાવરકુંડલા રોડ પર રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે અમરેલીથી સાવરકુંડલા મુકામે એક પ્રસંગમાં જતા અમરેલી જિલ્લા પ્રમુખ ડી. કે. રૈયાણી, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી, અમરેલી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ વિપુલભાઇ પોંકીયા તથા અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી પ્રવીણભાઇ કમાણીએ આ બનાવની ગંભીરતા લઇ તાત્કાલીક ધોરણે ડી.કે. રૈયાણી સહિતના આગેવાનોએ પોતાની કાર થોભી ૧૦૮ ને ફોન કરી રીક્ષા ચાલકને ૧૦૮ મારફત હોસ્પીટલમાં સારવાર અર્થે મોકલી આપેલ અને એક ઉમદા માનવતાવાદી અભિગમ સિધ્ધ કર્યો હતો.

Related Posts