અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાની સુચના અનુસાર જિલ્લાનાં વિવિધ મંડલોમાં ભાજપનાં મંડલ પ્રશિક્ષણ વર્ગોનું સફળતા પૂર્વક આયોજન પૂર્ણ
ગુજરાત પ્રદેશ ભાજપની સુચના અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાનાં માર્ગદર્શન હેઠળ તા.૧૯ ડીસેમ્બરથી શરૂ થયેલા મંડલ પ્રશિક્ષણ વર્ગો સફળતા પૂર્વક પૂર્ણ થયા હતા. અમરેલી જિલ્લા ભાજપનાં વિવિધ મંડલનાં પ્રશિક્ષણ વર્ગો તુલસીશ્યામ, અંટાળીયા મહાદેવ, અમૃતવેલ, તરવડા ગુરૂકુળ અને ગીરનારી આશ્રમ મુકામે આયોજન કરવામાં આવ્યું હતું.
આ મંડલ પ્રશિક્ષણ વર્ગોમાં મંડલ ભાજપનાં હોદેદારો, કારોબારી સભ્યો, શકિત કેન્દ્રનાં સંયોજકો અને પ્રભારીઓ, વિવિધ મોરચાનાં પ્રમુખો, મહામંત્રીઓ, તથા તાલુકા કક્ષાની સહકારી સંસ્થાનાં આગેવાનો હાજર રહયા હતા. દોઢ દીવસનાં રાત્રિ રોકાણ વાળા દરેક વર્ગમાં પ્રથમ દીવસે પાંચ સત્રો અને બીજા દીવસે બે સત્રો એમ કુલ સાત સત્રો વિવિધ વિષયો ઉપર જિલ્લા ભાજપ દ્રારા નિયુત કરેલા જુદા જુદા વકતાઓ દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાંસદ નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી સુરેશભાઈ ગોધાણી દ્રારા આ મંડલ પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપીને ઉપસ્થિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપેલ, તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ દરેક મંડલનાં પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપી કાર્યકર્તાઓને પ્રોત્સાહીત માર્ગદર્શન આપીને ત્રણ વર્ષે એક વખતે યોજાતા આ પ્રશિક્ષણ વર્ગ દ્રારા ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓનું ઘડતર થાય છે. સાથે સાથે શિસ્ત, અનુશાસન અને ઉચ્ચ ચારીત્રનું નિમાર્ણ તથા પારીવારીક ભાવનાની કેળવણી થાય છે તેમ જણાવ્યું હતું.
પ્રશિક્ષણ માટે આવેલા ભારતીય જનતા પાર્ટીનાં અપેક્ષિત શ્રેણીનાં તમામ કાર્યકર્તાઓએ મંડલ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લઈ વિવેક સ: રસપૂર્વક વિવિધ વિષયોનું જ્ઞાન ગ્રહણ કર્યુ હતું. મંડલ પ્રશિક્ષણનાં તમામ વર્ગોમાં સત્ર વકતા તરીકે શરદભાઈ પંડયા, તુષારભાઈ જોષી, રાજુભાઈ ભુતૈયા, ડો.ભરતભાઈ કાનાબાર, મનીષભાઈ સંઘાણી, ભુપેન્દ્રભાઈ બસીયા, બીપીનભાઈ જોષી, સાગરભાઈ સરવૈયા, શૈલેષભાઈ પરમાર, દિવ્યેશભાઈ વેકરીયા, મનસુખભાઈ ભુવા, મુકુંદભાઈ મહેતા, શશાંકભાઈ મહાજન, કૌશીકભાઈ વેકરીયા, ભરતભાઈ પાડા, દીપકભાઈ વઘાસીયા, હિરેનભાઈ હિરપરા, અર્જુનભાઈ દવે, જિતુભાઈ પાઘડાળ, ભાવનાબેન ગોંડલીયા, કોમલબેન રામાણી, સુરેશભાઈ પાનસુરીયા, કાળુભાઈ વાળા સહીતનાં વકતાઓને સોપાએલી જવાબદારી સમયસર અને નિષ્ઠાપૂર્વક નિભાવી નિયત કરેલા વર્ગ સ્થાને જઈ અપેક્ષિત શ્રેણીનાં કાર્યકર્તાઓને વિષય લગતનું માર્ગદર્શન આપ્યું હતું.
Recent Comments