fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ માલધારી સેલ પ્રમુખ દ્વારા રબારી સમાજનું શૈક્ષણિક સંકુલ બનાવવા માટે લેખિતમાં રજૂઆત

સાવરકુંડલા રબારી સમાજનું અમરેલી જિલ્લામાં શૈક્ષણિક સંકુલ આવેલ નથી જેના કારણે નેહડામાં વસવાટ કરતો આ સમાજ અને આ અમારા નાના સમાજના અસંખ્ય યુવાનો અને બહેનો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ખૂબ જ તકલીફ પડે છે અને તેમનું ભવિષ્ય અંધકારને બની જાય છે તો સમસ્ત રબારી સમાજનું  એક સંકુલ બનાવવાનું અમો આયોજન કરવા જઈ રહ્યા છીએ પરંતુ અમારા સમાજ પાસે જગ્યાનો કોઈ સ્કોપ ન હોવાના કારણે આ સમાજના હજારો યુવાનો આજે માલઢોલ ચરાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે, વળી  શિક્ષણની દ્રષ્ટિએ અમરેલી જીલ્લો ખૂબ જ પછાત  હોવાના કારણે આ  સમાજને ખૂબ જ તકલીફ પડે છે અને રાષ્ટ્ર માટે સમર્પિત નવ યુવાનો પોતાની ક્ષમતા હોવા છતાં માત્ર શિક્ષણના અભાવે તેમના જીવનનો સૂર્યાસ્ત થઈ જાય છે તો આપ સાહેબ શ્રીને સમસ્ત રબારી સમાજ વતી મયૂરભાઈ રબારીએ વિનંતી સહ માંગણી કરી  રજૂઆતમાં લખ્યું કે અમરેલી જિલ્લાનું સેન્ટર એટલે સાવરકુંડલા જો સાવરકુંડલા શહેરમાં આ સમાજને શૈક્ષણિક સંકુલ માટે જગ્યાની ફાળવણી કરવામાં આવે તો આ સમાજ સર્વે સમાજની હરોળમાં આવી શકે અને સારુ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી માનનીય મુખ્યમંત્રીશ્રીને નમ્ર વિનંતી કરતો પત્ર લખીને વહેલી તકે આ દિશામાં યોગ્ય નિર્ણય કરી આ  સમાજને જગ્યાની ફાળવણી કરવા  અમરેલી જિલ્લા ભાજપ માલધારી સેલ પ્રમુખ શ્રી મયુર રબારી દ્વારા રજૂઆત કરવામાં આવી.

Follow Me:

Related Posts