fbpx
અમરેલી

અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.૦૭ થી તા.૧૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ ઉજવણીના ભાગરુપે અમરેલી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. અમરેલી જિલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ ઉપસ્થિત અધિકારીશ્રી અને કર્મયોગીશ્રીઓને ‘વિકાસ સપ્તાહ-૨૦૨૪’ અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયત અંતર્ગત થનારી પ્રવૃત્તિઓ અંગે દિશાનિર્દેશ આપ્યા હતા.

વિકાસ સપ્તાહ અંતર્ગત ૦૯ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ તાલુકા કક્ષાની તમામ કચેરીઓ અને પેટા કચેરીઓ સાથે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે. તા.૧૦, ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ ગ્રામ્ય કક્ષાએ પણ ભારતના વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે. અધિકારીશ્રીઓ – કર્મચારીશ્રીઓ સહિતના નાગરિકો જોડાશેવિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી  https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ રાજ્યના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે.  આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પંચાયતના વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓએ શપથ લઈ અને ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરી હતી.

Follow Me:

Related Posts