fbpx
અમરેલી

અમરેલી જિલ્લા સિપાહી સમાજનાં પ્રમુખ તરીકે હાજી સલીમભાઈ કુરેશીની વરણી 

અમરેલી જિલ્લા સિપાહી સમાજના પ્રમુખ તરીકે હાજી સલીમભાઈ હાજી મહંમદભાઈ કુરેશીની વરણી અમરેલી જિલ્લા સિપાહી સમાજમાં ખુશીનો માહોલ અખિલ ગુજરાત સિપાહી સમાજ સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ઝડપથી સંગઠન પ્રક્રિયા કરી રહયું છે . ત્યારે તાજેતરમાં જામનગર જિલ્લા અને શહેર કારોબારી નિમાયાની સાથે સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર ગણાતા અમરેલીમાં પણ અખિલ ગુજરાત | સિપાહી સમાજનું મજબૂત સંગઠન | બનવા જઈ રહયું છે . આ સંગઠનને | વેગ આપવા અમરેલી શહેર તેમજ જિલ્લા સિપાહી સમાજના આગેવાનો ખૂબ જ ઉત્સાહભેર સમાજને એકતાંતણે બાંધવા બીડું ઝડપ્યું છે . આ માટે તાજેતરમાં જ અમરેલી શહેરના સિપાઈ જમાત ના ઉપ પ્રમુખ જનાબ હાજી રફીકભાઈ મોગલ પૂર્વ જિલ્લા પ્રમુખ જમાલભાઈ મોગલ પૂર્વ જિલ્લા યુવા પ્રમુખ હાજી સલીમભાઈ કુરેશી , AGSS ના યુવા અગ્રણી જનાબ રફીકભાઈ ચૌહાણ જેવા ઉત્કૃષ્ટ સમાજ સેવકો તેમજ અખિલ ગુજરાત સિપાહી સમાજના ગુજરાત પ્રદેશ મહામંત્રી જનાબ હનીફભાઈ ખોખરના માર્ગદર્શન મુજબ ખાસ મિટીંગનું આયોજન કરીને અમરેલી જિલ્લા સિપાહી સમાજના પ્રમુખ તરીકે હાજી સલીમભાઈ હાજી મહંમદભાઈ કુરેશીની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે

Follow Me:

Related Posts