શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી. બગસરા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ભારત દેશની વસુંધરા સંસ્કૃત, સંસ્કૃતિ અને સનાતન ધર્મ સાથે જોડાયેલી છે. સનાતન ધર્મ માટે કટિબદ્ધ અને સમર્પિત થઈને કામ કરતી અખિલ ભારતીય સંત સમિતિની મહત્વની પાંખ એટલે હિન્દુ ધર્મ સેના. તાજેતરમાં જ અમરેલી જિલ્લા હિન્દુ ધર્મ સેનાના પદાધિકારીઓની નિમણુક કરવામાં આવી. તે પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી. બગસરા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં અને મંડળીના ચેરમેન શ્રી અનિલભાઈ વેકરિયાની હાજરીમાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના અમરેલી જિલ્લાના નવનિયુક્ત પદાધિકારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ કાબરિયા, જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર અને મંડળીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દિવ્યેશ વેકરિયા, ભાજપ અગ્રણી શ્રી દિલીપભાઈ સાવલિયા, શ્રી સંજયભાઈ માલવીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.















Recent Comments