અમરેલી

લાઠી લાલજી દાદા ના વડલા ખાતે ઉનાળા નું અમૃત વિના મૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર નો પૂજ્ય સતીરત્ન પૂજ્ય વિશ્વાનંદજી ની પાવન નિશ્રા માં પ્રારંભ

લાઠી આરોગ્ય ધામ લાલજી દાદા ના વડલા ખાતે ભીમજીદાદા સ્નેહમૃત પ્રસાદ ઘર, શ્રી સંતોક.બા મેડિકલ સેન્ટર પરિસર માં ઉનાળા નું અમૃત ગણાતી  છાશ વિતરણ કેન્દ્ર શુભ આરંભ ઉનાળા ની ગ્રીષ્મ માં હિમાલય જેવો હેત વરસાવતા ઉદારદિલ દાતા રત્ન એસ આર કે ગ્રુપ ના સંસ્થાપક વતન પ્રેમી ગોવિંદભાઈ ધોળકિયા ની દુરંદેશી એ દર વર્ષ જેમ આજે તા.૨૩/૦૩/૨૬ ને સોમવાર ના રોજ લાલજીદાદા ના વડલા ખાતે થી અ. નિ. પરબતભાઈ લાલજીભાઈ ધોળકિયાની પુણ્યસ્મૃતિમાં આયોજિત આ સેવાયજ્ઞ અનેક મહાનુભવો ની ઉપસ્થિતિ માં શ્રી રામકૃષ્ણ એક્સ પોર્ટ  પરિવાર ના રાકેશભાઇ ધોળકિયા ની રાહબરી માં સમસ્ત લાઠી શહેરીજનો માટે ઉનાળા નું અમૃત છાશ વિતરણ કેન્દ્ર ના પ્રારંભ ના પ્રત્યક્ષદર્શી બનતા અમરેલી અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા સહિત અનેક અગ્રણી ઓ દૈનિક વહેલી સવારે લાઠી શહેર માં હજારો વ્યક્તિ ઓને શીતળતા આપતી છાશ અવિરત વિતરણ ના શુભ પ્રસંગે પૂજ્ય શ્રી સતીરત્ન વિશ્વાનંદજી માતાજી નાં અંતર થી સુભાષીશ એસ આર કે ગ્રુપ ના મોભી ગોવિંદભાઈ ધોળકિયા પરિવાર ની સામાજિક સેવા પ્રવૃતિ થી રાજીપો વ્યક્ત કરતા પૂજ્ય સતી રત્ન વિશ્વાનંદજી સહિત ના અનેક અગ્રણી એ લાઠી આરોગ્ય ધામ લાલજી દાદા ના ઘેઘૂર વડલા ની શીતળ છાયા ઉનાળા ના અમૃત એવી છાશ વિતરણ કેન્દ્ર ના પ્રારંભ પ્રસંગે હાજરી ખુશી વ્યક્ત કરી હતી 

Related Posts