ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી બંધારણની સમાન કામ સમાન વેતનની જોગવાઈનું ઉલંઘન કરી ૧૧ માસ કરાર આધારિત (કોન્ટ્રાકટ) ફીકસ પગાર જેવી નિતિઓ દ્રારા લાખો યુવાનોનું શોષણ કરવામાં આવી રહયું છે, એટલું ઓછું હોય એમ તારીખ ૦૪/૦૪/ર૦૧૦ થી વર્ગ ૪ ની કાયમી ભરતી લાખો ગરીબોના આર્થિક સદ્વર થવાના સપના પણ ચકનાચુર કરી દીધો છે, આ શોષણભરી અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનારી નીતિઓ નાબુદ કરી દર વર્ષે મોઘવારી મુજબ પગાર વધારો કરવો, સમાન કામગીરી સમાન વેતન, કોન્ટ્રાકટ કર્મચારીઓને કાયમી કરવાની વારંવાર રજુઆત કરવા છતા સરકાર દ્રારા કોઈ હકારાત્મક કાર્યવાહી ન કરવામાં આવતા અમરેલી જીલ્લાના આઉટસોર્સ કર્મચારી અચોકકસની મુદતની હડતાળ ઉપર હોય તાત્કાલીક તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાની રજુઆત ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ કરી છે.
અમરેલી જીલ્લાના આઉટસોર્સ કર્મચારીના પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ કરવાની માંગ કરતા : પરેશ ધાનાણી

Recent Comments