અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામના બનાવ અનુસંધાને દાખલ થયેલ ગુનાની તપાસ CID Crime ને સોંપવા આવી
અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામના બનાવ અનુસંધાને દાખલ થયેલ ગુનાની તપાસ CID Crime ને સોંપવા બાબત.
અમરેલી જીલ્લાની લોકલ ક્રાઇમ બ્રાંચ તથા SOG સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે તા.૨૬/૦૧/૨૦૨૧ના રોજ રેઇડ કરવા ગયેલ હતાં. તે દરમ્યાન અશોકભાઇ જૈતાભાઇ બોરીચા મળી આવેલ અને તેઓને અટક કરવા જતાં પોલીસને ફરજમાં રૂકાવટ કરી અને પોલીસ ઉપર પ્રાણઘાતક હુમલો કરી નાસી જવાનો પ્રયત્ન કરતા પોલીસે સમય સૂચકતા દાખવી ધરપકડ કરાયેલ વ્યક્તિ વિરૂધ્ધ પોલીસ પર હુમલાના બનાવ અનુસંધાને સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ખાતે IPC ૩૦૭ વિગેરે મુજબનો ગુનો દાખલ થયેલ હતો આ કામના ગુનાની ન્યાયીક, ઝડપી અને તટસ્થ તપાસ થાય તે હેતુસર પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાઓ દ્વારા CID Crime, ગુજરાત રાજ્ય ગાંધીનગરના IGP કક્ષાના અધિકારીશ્રીને આ તપાસ સોંપવામાં આવેલ છે.
Recent Comments