ડી.કે.રૈયાણી અમરેલી ની અનેકવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાયેલ હોય સમાજ ના વિવિધ વર્ગો માં ખુબજ આદરપાત્ર સ્થાન ધરાવે છે.ત્યારે સમાજ ના વિવિધ જ્ઞાતિ ,સમાજ અને દરેક સમાજ ની વિવિધ સામાજિક કે ધાર્મિક સંસ્થાઓ સાથે હમેશા દરેક વખતે પુરતો સાથ અને સહકાર આપતા રહ્યા છે ત્યારે દરેક લોકો એ તેમની નિમણુક ને ખુબ જ સન્માનપૂર્વક વધાવેલ છે આજરોજ અમરેલી ના વિવિધ વેપારી સંગઠનો જેવાકે અમરેલી ડીસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ,વેપારી મહા મંડળ ,કરિયાના એસોસીએશન ,ડીલર – ડીસ્ટ્રીબ્યુટર એસોસીએશન ,તથા હોલસેલ ગ્રેઇન મર્ચન્ટ એસોસીએશન ના હોદેદાર શ્રીઓ દ્વારા આજ રોજ અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ ના નવનિયુક્ત પ્રમુખ શ્રી ડી.કે.રૈયાણી નું સન્માન કરવા ના એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં શ્રી ચતુરભાઈ અકબરી ,સંજયભાઈ વણઝારા ,ગીરીશભાઈ ભટ્ટ ,મુકુંદભાઈ ગઢિયા ,શીતલ આઈસ્ક્રીમ ના શ્રી દિનેશભાઈ ભુવા ,યોગેશભાઈ કોટેચા ,હકુભાઈ ચૌહાણ ,હરેશભાઈ સાદરાણી ,ભાવેશભાઈ પડસાળા ,મનીષભાઈ ડોબરિયા ,લાલભાઈ પોકાર ,હરેશભાઈ કંસારા ,બાબુભાઈ જાવિયા ,તથા જયેશભાઈ માવદીયા વિગેરે શહેર ના અગ્રણી વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ડી.કે.રૈયાણી નું શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ થી સન્માન કરવામાં આવેલ હતું
અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિના નવ નિયુક્ત ઉત્સાહી પ્રમુખ ડી.કે.રૈયાણીનું અમરેલીના વિવિધ વેપારી સંગઠનો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું

Recent Comments