કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીની યોજના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનનો ૨ સપ્ટેમ્બર થી દેશના યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી ને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા જી સદસ્ય બનાવી સદસ્યતા અભિયાનનું શુભારંભ કરી દીધેલ છે. જેના દ્વારા સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનાવવાની શરૂઆત થઇ ચૂકેલ છે.પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કક્ષાએ તા. ૩ સપ્ટેમ્બરના રોજ માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી સદસ્ય બનાવી અભિયાનનો પ્રદેશમાં શુભારંભ કરેલ.
આજ રોજ ૪ સપ્ટેમ્બર ના દિવસે પ્રદેશ ભાજપ ના માર્ગદર્શન થી અમરેલી જીલ્લા ભાજપ દ્વારા અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા ને પ્રાથમિક સભ્ય બનાવી આ અભિયાનનો શુભારંભ કરેલ અને જીલ્લા ભરમાંથી બે(૨) દિવસમાં પચાંસ હજાર (૫૦,૦૦૦) પ્રાથમિક સદસ્યો બનાવવા માટે જીલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તાઓને આહવાન કર્યું.આ તકે જીલ્લા ભરમાંથી મોટી સંખ્યામાં પધારેલા ચુંટાયેલા પ્રતિનિધિઓ ,હોદેદારો ,કાર્યકર્તાઓ,સિનિયર આગેવાનો દ્વારા પણ ૮૮૦૦૦૦૨૦૨૪ નંબર ડાઈલ કરી અને પોતાની પ્રાથમિક સદસ્યતા નોધાવી અને અનેરો ઉત્સાહ દેખાડ્યો.
આ તકે સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા સાથે લાઠી-બાબરા વિધાનસભા ના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, જિલા ભાજપ મહામંત્રીશ્રી મેહુલભાઈ ધોરાજીયા, પ્રદેશ મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલીયા, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી મયુરભાઈ માંજરીયા, જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખશ્રી ડૉ. ભરતભાઈ કાનાબાર, જીલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી સુરેશભાઈ પાથર, અમરડેરી ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા, જીલ્લા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખશ્રી જયંતિભાઈ પાનસુરીયા, જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષશ્રીઓ રામભાઈ સાનેપરા ,શરદભાઈ પંડયા,જીલ્લા ભાજપના મંત્રીશ્રી રંજનબેન ડાભી,જીલ્લા પંચાયત સભ્યો,મંડલની ટીમ,તાલુકા પંચાયતો/નગરપાલિકાઓ ના સભ્યો,સિનિયર આગેવાનો વગેરે હાજરરહયા હતા.
Recent Comments