અમરેલી ડી.એમ. પટેલ કોલેજ ઓફ ફીઝીયોથેરાપીના ૩ વિદ્યાર્થીઓ ટોપ ૧૦માં
અમરેલીમા કાર્યરત એવી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત શ્રી ડી.એમ. પટેલ કોલેજ ઓફ ફીઝીયોથેરાપી, અમરેલીના ત્રણ વિદ્યાર્થીઓએ જુલાઈ/ઓગષ્ટ ર૦રર મા યોજાયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેકન્ડ યર બી.ફિઝીયોથેરાપીની પરીક્ષામા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટોપ 10 વિદ્યાર્થીઓમાથી ક્રમશ: પ્રથમ, દ્વિતીય તથા છઠ્ઠું સ્થાન લઈ કોલેજનુ ગૌરવ વધારેલ છે.
આ ત્રણ વિદ્યાર્થીઓમાં પંચાલ દ્રશ્ટીબેન ચંદ્રકાંતભાઈ–પ્રથમ સ્થાન, ધાનાણી પ્રાર્થના અતુલભાઈ–દ્વિતીય સ્થાન તથા બોઘરા ક્રીનલ જયેશભાઈ–છઠ્ઠું સ્થાન મેળવવા બદલ ડી.એમ. પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપી સંસ્થાના પ્રમુખ સાહેબ દિલીપભાઈ સંઘાણી, નિયામક અરૂણાબેન માલાણી, કોલેજના પ્રિન્સીપાલ ડો.કલ્પેશભાઈ વસાણી, સમગ્ર ટ્રસ્ટીગણ તથા કોલેજના સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવેલ છે. તેવુ અખબારી યાદીમાં જણાવેલ છે.
Recent Comments