અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળીયા ગામે નવી લાયબ્રેરી બાંધવાના કામે ગ્રાંન્ટ ફાળવતા : પરેશભાઈ ધાનાણી
અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળીયા ગામના નવયુવાનો વિદ્યાર્થી આગળ અભ્યાસ માટે તેમજ સરકારીનોકરી માટેની પરીક્ષા પાસ કરવા માટે વાંચવા માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી વિઠ્ઠલપુર ખંભાળીયાગામના આગેવાનો દ્રારા અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીને રજુઆત કરતા તેમણે પોતાની ગ્રાંન્ટમાંથી અમરેલી તાલુકા વિઠ્ઠલપુર ખંભાળીયા ગામે લાયબ્રેરી બાંધવાના કામે નાણાંની ફાળવણી કરેલ છે.
આ કામ ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે. વિઠ્ઠલપુરખંભાળીયા ગામના આગેવાનો જે.બી.મકવાણા,અરવિંદભાઈ ગોંડલીયા,આકાશભાઈ કાનપરીયા,જયોતીસભાઈગોંડલીયા, કેવલભાઈ કાનપરીયા, કાળુભાઈકાનપરીયા,ભદ્રેશભાઈ કાનપરીયા, કીશોરભાઈ કાનપરીયા,કાળુભાઈ ગોંડલીયા, કાળુભાઈ સુખડીયાએ પરેશભાઈ ધાનાણીનો ખુબ અુબ આભાર માન્યો .
Recent Comments