અમરેલી

અમરેલી તાલુકાની પ્રાથમિક શાળાઓ ખાતેના મધ્યાહન ભોજન કેન્દ્રપર સંચાલક, રસોઇયા, મદદનીશ સહિતની ખાલી જગ્યાઓ પર નિમણુક

અમરેલી તાલુકાની પ્રાથમિક શાળાઓ ખાતેના મધ્યાહન ભોજન કેન્દ્ર પર સંચાલક, રસોઇયા, મદદનીશ સહિતની ખાલી જગ્યાઓ પર નિમણુક માટે અમરેલી તાલુકા મામલતદારશ્રી દ્વારા નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે.

            સંચાલક તરવડા (ધો.૧૦ પાસ હોય તેવી સ્થાનિક વ્યક્તિ અથવા ધો.૭ પાસ સ્થાનિક વ્યક્તિ), રસોઇયા રામનગર-વરસડા, તરવડા, લાપાળીયા, સરંભડા (અનુભવ, સ્થાનિક વ્યક્તિ) અને મદદનીશ રામનગર-વરસડા, તરવડા, રંગપુર, લાપાળીયા, હરિપુરા અને ખડ ખંભાળીયા (અનુભવ, સ્થાનિક વ્યક્તિ) માટે ઓછામાં ઓછી ૨૦ વર્ષની વય ધરાવતા હોય તેવી તમામ જાતિના વ્યક્તિઓએ અરજી કરવી. અરજી માટેનું નિયત ફોર્મ અમરેલી તાલુકા મામલતદાર કચેરી, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ ખાતેથી મળશે.

            અરજી પત્રમાં જરુરી વિગતો ભરી તે ફોર્મ સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, જાતિ અંગેના પુરાવા, જન્મ તારીખના પુરાવા, રહેઠાણના આધાર માટે રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોની નકલ, ગ્રામ પંચાયત કે પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યું હોય તે ચાલચલગત અને ચારિત્ર્ય અંગેનું પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજોની નકલ તા.૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ના બપોરે ૨ વાગ્યા સુધીમાં તે અમરેલી તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચાડવા તેમ અમરેલી તાલુકા મામલતદારશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts