રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને સતત મળે, વહીવટી પારદર્શિતામાં ઉમેરો થાય અને નાગરિકોને તેમના વસવાટ-રહેઠાણ નજીકના વિસ્તારમાં સેવાઓનો લાભ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા સેવા સેતુના ૧૦માં તબક્કાની શરુઆત કરવામાં આવી છે.આ કડીના ભાગરુપે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના જેસીંગપરા વિસ્તાર સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૮ વર્ષથી ઓછી વયજૂથના રહીશોની આધાર નોંધણીની સેવાનો લાભ લેનારા લાભાર્થીશ્રી અજયભાઈ અજાણીએ પ્રતિભાવ આપતા કહ્યુ કે, આધાર કાર્ડ નોંઘણી માટે નગરપાલિકા કે જનસેવા કેન્દ્રમાં જવાના બદલે મને અમારા વિસ્તાર, જેસીંગપરામાં ઘર આંગણે જ આ સેવાનો લાભ મળ્યો છે. વિના વિલંબે મારા પુત્રનું નામ આધાર કાર્ડ માટે નોંધાઈ ગયું છે જેના બદલ હું રાજય સરકારનો આભાર વ્યક્ત કરું છું.ઉલ્લેખનીય છે કે સેવા સેતુ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારની વિવિધ પ્રકારની ૫૫ સેવાઓનો એક જ સ્થળેથી લાભ આપવામાં આવે છે. જેસીંગપરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિવિધ ૦૫ વોર્ડના લાભાર્થીઓ માટે આ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
અમરેલી નગપાલિકાના સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડમાં નામ નોંધણી સેવા પ્રાપ્ત કરતા નાગરિકો

Recent Comments