fbpx
અમરેલી

અમરેલી નગરપાલિકાના ભાજપી શાસકોને સણસણતો જવાબ આપતા : નગરપાલિકાના વિપક્ષ નેતા સમીર કુરેશી

તાજેતરમાં અમરેલી ભાજપ શાસિત નગરપાલિકાના ભાજપના સદસ્યોએ પત્રકાર પરિષદ યોજી એવું કહયુ હતુ કે અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીના વિકાસ કાર્યોના હોડિંગ જનતાને ગેરમાર્ગે દોરેવાનો પ્રયાસ કરે છે, તો હું અમરેલી નગરપાલિકાના ભાજપી શાસકોને કહેવા માંગું છે આ રોડ રસ્તા અને પાણીની
લાઈનના કામો ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ સરકારમાં રજુઆત કરીને બનાવ્યા છે, અને અત્યારે અમરેલી શહેરમાં રોડ રસ્તા બની રહયા છે, જે અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે તેની દરખાસ્ત તૈયાર કરીને સરકારમાં અમરેલીની કોંગ્રેસ શાસિત નગરપાલિકાએ તેમજ ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ સરકારમાં રજુઆત કરી હતી.

જે રોડની મંજુરી આવી તે રોડના ખાતમુહૂર્ત આ ભાજપ શાસિત અમરેલીની નગરપાલિકા કરે છે, અને મોટી ગુલમાંગો ફેકે છે કે અમે આ રોડ રસ્તાના મંજુર કર્યા છે અને ધારાસભ્યશ્રીએ જે વિકાસના કામ કર્યા છે તેના જ હોડિગ લગાવ્યા છે, અને આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપ હાર ભાળી ગઈ છે એટલે આ અમરેલીની ભાજપ શાસ્તિ નગરપાલિકા ના શાસકો અમરેલીની જાહેર જનતાને ગેરમાર્ગે દોરે છે. અમરેલી શહેરમાં વર્ષ ર૦૧પ થી ર૦ર૧ સુધી ધારાસભ્યશ્રીએ સરકાર માં રજુઆત કરીને કુલ ૧૭૯ વિકાસના કામે રૂા. ૪,પ૬,૯૦,૮૪પ મંજુર કરી વિકાસના કામ કરાવેલ છે.

Follow Me:

Related Posts