fbpx
અમરેલી

અમરેલી ના ખોડલધામ ટ્રસ્ટી વસંતભાઈ મોવલિયા ના નિરામય આરોગ્ય માટે સુરત ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓનો સેવાયજ્ઞ. રક્તદાન એવમ પ્રાર્થના યજ્ઞ જેવા કાર્યક્રમો કરાયા

અમરેલી ના ખોડલધામ કાગવડ સંસ્થાન ના ટ્રસ્ટી વસંતભાઈ મોવલિયા ના નિરામય આરોગ્ય માટે સુરત ખાતે વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ નો સેવાયજ્ઞ તા.૨૦.૦૩.૨૦૨૨ રવિવારના રોજ રક્તદાન મહાદાન આ વિધાનને સાકાર કરવા ગુજરાત માં પ્રથમ વખત વિશેષ હેતુ થી રક્તદાન કેમ્પનુ આયોજન થયુ.સુરત યોગીચોક વિસ્તારમાં પ્રમુખ છાયા સો.સા માં ચંદુભાઇ યસ એમ્બ્રોડરી તથા યુનિવર્સલ ફાઉન્ડેશન  અને બાપાસીતારામ ગૃપ ના સહયોગથી સમસ્ત નાનીકુંકાવાવ ગ્રામ પરિવાર દ્વારા આજે એક વિશેષ હેતુથી રક્તદાન કેમ્પનુ આયોજન થયુ જેમા ૨૪ કલાક પહેલા વિચાર આવ્યો કે ખોડલધામ કાગવડના ટ્રષ્ટી વસંતભાઇ મોવલીયા હાલ બ્રેઇન સ્ટ્રોકની બીમારીમા  હોસ્પિટલમાં દાખલ છે તો સૌ મળીને માઁ ખોડલને પ્રાથના કે યજ્ઞ કરીયે અને જેથી ઇશ્વરના આશિર્વાદ રુપે તેઓની નાદુરસ્ત તબીયત ટુંક સમયમાં સ્વચ્છ થાય, આ બાબતે ઘણા  વિચારોના અંતે રક્તદાન યજ્ઞ ને બહાલી આપી તત્કાલ રવિવારના રોજ સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ ના સમયને ધ્યાને રાખી આયોજન કરવામાં આવ્યુ અને સેવીઅર રક્તદાન કેન્દ્રમાં ૨૫ જેટલા રક્ત યુનિટની નોંધ કરાવવામાં આવી, જાણે કુદરત પણ મહેરબાન હોય તેમ સૌ આ રક્ત યજ્ઞના કાર્યમાં જોડાયા અને માત્ર બે કલાક જેટલા સમયમાં ૬૭ યુનિટ રક્ત એકત્ર થયુ. જ્યાં પ્રાથના સ્વરુપે પ્રકાશકુમાર વેકરીયા દ્વારા પ્રસંગની જવાબદારી સાથે ૪૧ મી વખત રક્તદાન પણ કરવામાં આવ્યુ.આ રક્તદાન યજ્ઞ મા  બેટી બચાવો ના વેગવંતા વાલીઓ કે જેઓને સંતાનમાં માત્ર દિકરી જ છે તેવા માતા પિતાને યુનિવર્સલ ફાઉન્ડેશન તરફથી વિશેષ પ્રમાણપત્રોથી સન્માનવામા આવ્યા હતા.       ઉપરોક્ત રક્તયજ્ઞ પ્રસંગે સુરત શહેર ડે.મેયરશ્રી તથા વિરોધપક્ષ નેતા અને નગર સેવકો હાજર રહ્યા તથા સહયોગી સંસ્થા યુનિવર્સલ ફાઉન્ડેશન ના અધ્યક્ષ પ્રકાશકુમાર વેકરીયા, બાપા સિતારામ સેવા ગૃપ, મોવલીયા પરિવાર તરફથી રાજુભાઇ ઠુંમર તથા અમરેલી બી.જે.પી. જીલ્લા ઉપાધ્યક્ષ સુરેશભાઇ, અવધ ગુપથી અજયભાઇ ઉંધાાડ, ચંદુભાઇ ભડકોલીયા પરિવાર, પ્રમુખ છાયા પ્રમુખશ્રી તથા સમાજ અગ્રણી ધીરુભાઇ ગજેરા,સરથાણા પી.આઇ શ્રી  ગુર્જર સાહેબ તથા સમગ્ર નાની કુકાવાવ ગ્રામ પરિવાર અને કિસાન સંઘના હોદ્દેદારો  અને નામી કલાકારો અને સ્પોર્ટ ના ખેલાડીઓ હાજર તથા સૌને એક તાંતણે બાંધી શુધ્ધ ભાષા સંચાર હેતુ એંકરીંગ માટે ભાવેશભાઇ રફાળીયા પણ વિશેષ રહ્યા હતા.          આ રક્તયજ્ઞ પ્રસંગે સૌ રક્તદાતાઓને વિ.કે બિલ્ટકોન અને માર્ગી એન્ટરપ્રાઇઝ,સુરત તરફથી ૬-૬ નોટ બુકો અને મહેમાનો અને અતિથી વિશેષ ને પુસ્તકો ભેટ આપી સોને પુષ્પગ્ચ્છ થી સન્માનવામાં આવ્યા હતા   ઉપરોક્ત પ્રસંગે ચંદુભાઇ ભડકોલીયા પરિવાર તથા યુનિવર્સલ ફાઉન્ડેશન થી પ્રકાશકુમાર વેકરીયા અને એડવોકેટ કિશોરભાઈ સોજીત્રા દ્વારા સૌ દાતાઓ, રક્તદાતાઓ અને આમંત્રીત મહેમાનો નો હ્રદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Follow Me:

Related Posts