અમરેલી

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવામાં આવ્યો

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરુપે પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃત્તિ કેળવવાના હેતુથી જિલ્લામાં વિવિધ સ્થળોએ જનજાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. પ્લાસ્ટિકના સભાનતાપૂર્વક ઉપયોગ કરવા અંગેનું અભિયાન

અમરેલી જિલ્લામાં વેગવંતુ બની રહ્યું છે.

વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની થીમ અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે વિવિધ કચેરીઓ દ્વારા  નાગરિકોને જાગૃત્ત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 

આ દરમિયાન શનિવારે સામાજિક વનીકરણ રેન્જ ધારી અને સાવરકુંડલા દ્વારા પ્લાસ્ટિક ફ્રી કેમ્પ યોજાયો હતો. જેમાં “Ending Plastic Pollution Globally” થીમ પર કાર્યક્રમના ભાગરુપે સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે વેસ્ટ પ્લાસ્ટિક એકત્રીકરણ કરી કચરો સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી.

વનવિભાગના કર્મયોગીશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ધારી તાલુકાના ડાંગાવદર ખાતે આવેલા અલખ આશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વન વિભાગના કર્મયોગીશ્રીઓ અને સ્વયંસેવકો દ્વારા જગ્યાના મહંતની ઉપસ્થિતિમાં શ્રમદાન દ્વારા પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવામાં આવ્યો હતો. 

એસ.ટી. વિભાગીય નિયામક શ્રી સોલંકી દ્વારાના માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ટી. વિભાગના અમરેલીધારીબગસરાકોડીનારઊનારાજુલાસાવરકુંડલા સહિતના સાત ડેપો તથા ડિવિઝન હેઠળના કંટ્રોલ પોઈન્ટ ખાતે કાયમી સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા એસ.ટી કર્મચારીઓ દ્વારા  શપથ લેવામાં આવ્યા હતા

જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો સંદેશો પ્રસરાવવાના હેતુથી આગામી તા.૦૫ જૂન સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Related Posts