રાજ્યભરમાં આજે ત્રીજા દિવસે પણ ડોક્ટર પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇને હડતાળ કરી રહ્યા છે. આ હડતાળ દરમિયાન ગુજરાતભરના સરકારી ડોકટર્સ પોતાના કામથી અળગા રહેશે. ઉલ્લેખનીય છે કે ડોક્ટર્સ દ્વારા સરકારમાં અવાર નવાર માંગણીઓને લઈ રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં યોગ્ય પ્રતિઉત્તર ન મળતા હડતાળનો સહારો લેવામા આવ્યો છે. ડોકટરો ની સાત માગણીઓ સ્વીકારવા ન આવતા ડોકટરો દ્વારા આગામી સમય માં રામ ધૂન, સૂત્રોચાર કરી ને જ્યા સુધી માગણીઓ નહિ સ્વીકારવા માં નહિ આવે ત્યાં સુધી અમરેલી સિનિયર સીટીઝન પાર્ક ખાતે આંદોલન પર બેઠ છે આ આંદોલન દરમિયાન જો દર્દી માટે ઇમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવે તો દર્દીઓને ધણી હાલાકીનો સામનો કરવો પડી શકે છે. હોસ્પીટલમાં દર્દીઓને સારવાર ન મળતાં દર્દીના સગા વહાલાઓ પણ પરેશાની માં મુકાઈ શકે છે જ્યાર આજરોજ ત્રીજા દિવસે રાજ્યના સરકારી ડોક્ટર્સ પણ હડતાળ પર ઉતરી જતા ઈમરજન્સી સેવાને માઠી અસર પડી છે. જેમાં આજે અમરેલી માં સરકારી ડોકટરો એ સૂર્યા ગાર્ડન ખાતે સરકારી ડોક્ટરો દ્ધારા મિટિંગ મળી આ મિટિંગ માં રામ ધૂન બોલાવી ને સરકાર ને સતબુદ્ધી દે ભગવાન ના સુત્રોચાર કર્યા…જો કે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં ડોક્ટર્સના વિવિધ પ્રશ્નો પર યોગ્ય ઉકેલ કરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતાઓ છે.
અમરેલી માં વિવિધ માંગણીઓને લઈને ડોકટરો માં રોષ સર્જાયો છે. અમરેલી માં આગામી સમયની રણનીતિના ભાગ રૂપે મિટિંગ મળી

Recent Comments