અમરેલી

પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અમરેલીજિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

અમરેલી તા.૧૬ મે૨૦૨૫ (શુક્રવાર) પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી.

અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે યોજાયેલી આ બેઠકમાંબાકી હોય તેવી કાર્યવાહીની વિગતો મેળવી તે અંગે ઘટતું થાય અને તે માટે કામગીરી હાથ ધરવામાં આવે અને પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અંગેના અમલીકરણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. નવા રજિસ્ટ્રેશનને બહાલી આપવામાં આવી હતી.

મહત્વનું છે કેપીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અંતર્ગતસ્ત્રી ભૃણ ગર્ભ પરિક્ષણ અને તે સાથે આવા બિનઅધિકૃત કૃત્યો પણ પ્રતિબંધિત છેજે અન્વયે કડક કાર્યવાહી કરવા સહિતની જોગવાઇ છે. 

સમાજમાં દીકરીઓની સંખ્યા વધે તે માટે તાલુકા કક્ષાએ જનજાગૃત્તિના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવા અને દરેક રજિસ્ટર્ડ ક્લિનિકનું વેરિફિકેશન કરવા સૂચના આપવામાં આવી છે.

પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત હોસ્પિટલક્લિનિક અને સંસ્થાઓએ સી.સી.ટી.વી. લગાવવા ફરજિયાત છેજે બાબતે અમરેલી જિલ્લામાં જાહેરનામુ અમલી કરવામાં આવ્યું છે. 

બેઠકમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇ.એમ.એ.) અમરેલીના પ્રમુખ શ્રી ડૉ. ગજેરાપીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે અમરેલી જિલ્લા સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts