fbpx
અમરેલી

અમરેલી મેમણ જમાત ખાન ખાતે આયુષ્માન કાર્ડ અને વેક્સીન કેમ્પ યોજાયો

ગુજરાત સરકાર દ્વારા જે માં વાસ્તલ્ય કાર્ડ અને અમૃતમ કાર્ડ બંધ કરી ને એક જ કાર્ડ આયુષ્માન કાર્ડ જે 5 લાખ સુધી ની મેડિકલ સહાય આપે છે ત્યારે અમરેલી નાઅલગ – અલગ વિસ્તાર માં જય ને આવા કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.અને વિસ્તાર ની પબ્લિક ની ઘર પાસે જ શાંતિ થી અને રજા ના દિવસો માં ઘરે પાસે થઇ શકે અને કોઈ ઉંમર લાઈક ને બહાર ના જવું પડે તે હેતુ થી આવા કેમ્પ નું આયોજન કરવામાં આવે છે ત્યારે મોટા કસ્બાવાડ વિસ્તાર માં આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું તેમાં 300 ઉપરાંત લોકો સેવા નો લાભ લીધો હતો.સાથે વેક્સીન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ તેમાં 50 ઉપરાંત પહેલો ડોઝ અને બીજો ડોઝ લીધો હતો આરોગ્ય ના અક્રમ કલીમલી વેક્સીન આપેલ.

આ કાર્યકમ ને સફળ બનાવ માટે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ કો-ઓડીનેટર સૌરાષ્ટ્ર ઝોન ના અજીમ લાખાણી,અભિયાન સેવા ટ્રસ્ટ પ્રમુખ રફીકભાઇ ચૌહાણ, અમીનભાઈ હાલા, સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટી વસીમ ધાનાણી,સચિન ચૌહાણ, જાવેદખાન પઠાણ તેમજ ડો.જુનેદ સાહેબ,તન્વીર ગીગાણી, અસ્ફાક ધાનાણી,નવાબ સૈયદ,નિઝામ કાદરી, અક્રમ કાજી,તનજીલ ચૌહાણ,સાહિલ ખાન સહીત ના આગેવાનોએ હાજરી આપી હતી.

અજીમ લાખાણી વધુ માં જણાવેલ કે 31-ઓક્ટોબર ને રવિવાર ના રોજ અમરેલી ના સંધિ સોસાયટી વિસ્તાર ના સંધિ જમાત ખાન માં કેમ્પ યોજાશે તો વધુ સંખ્યા માં લાભ લેવા વિનતી.

Follow Me:

Related Posts