અમરેલી

અમરેલી લોકસભા સીટ નાં ભાજપ ના “મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ” નું તા.૨૩ જાન્યુઆરી ના રોજ ભવ્ય પ્રારંભ

            આગામી લોકસભા ચુંટણી ૨૦૨૪ ની તૈયારી માટે કેન્દ્રીય ભાજપના માર્ગદર્શન મુજબ ગુજરાત પ્રદેશનાં તમામ ૨૬ લોકસભા સીટોનાં “મધ્યસ્થ ચુંટણી કાર્યાલય”નો વર્ચુઅલી પ્રારંભ રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ શ્રી જે.પી.નડા સાહેબ,પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ ,મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની હાજરીમાં થયેલ. તેમની સાથેજ અમરેલી લોકસભાના ચુંટણી કાર્યાલય ના  પ્રારંભ પણ તા.૨૩/૦૧/૨૦૨૪ ને મંગળવાર ના રોજ સવારે ૯:૩૦ કલાકે થયેલ છે.

            અમરેલી લોકસભા મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ નેતા અને ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબના વરદ્દ હસ્તે દબદબાભેર પ્રારંભ કરેલ છે.તથા પૂર્વ મંત્રી તથા લોકસભા ચુંટણી પ્રભારી શ્રી હકુભા જાડેજા , નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા ,સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા, લોકસભા ચુંટણી ઇન્ચાર્જ શ્રી પુનાભાઈ ગજેરા તમામ ધારાસભ્યો શ્રી મહેશભાઈ કસવાળા ,શ્રી હીરાભાઈ સોલંકી ,શ્રી જે.વી. કાકડિયા ,શ્રી જનકભાઈ તળાવીયા ,શ્રી શીવાભાઈ ગોહિલ ની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલ.આ પ્રસંગે  પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખો શ્રી દિનેશભાઈ પોપટ ,શ્રી પ્રાગજીભાઈ હિરપરા ,શ્રી શરદભાઈ લાખાણી, પૂર્વ ધારાસભ્યો શ્રી બાવકુભાઈ ઉંધાડ,શ્રી મનસુખભાઇ ભુવા,શ્રી નલીનભાઈ કોટડીયા,અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા,જીલ્લા ખ.વે.સંઘના ચેરમેન શ્રી જયંતિભાઈ પાનસુરીયા,પ્રદેશ યુવા મોરચો ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી,પ્રદેશ મહિલા મોરચો કું.ભાવનાબેન ગોંડલીયા,પ્રદેશ બક્ષીપંચ મોરચો શ્રી મયુરભાઈ માંજરીયા,પ્રદેશ મીડિયા સદસ્ય શ્રી શૈલેશભાઈ પરમાર,વાઈસ ચેરમેન શ્રી અમર ડેરી શ્રી મુકેશભાઈ સંઘાણી,જીલ્લા ભાજપના હોદેદારોશ્રીઓ,જીલ્લા પંચાયતના સદસ્યોશ્રીઓ,જીલ્લા મોરચાના હોદેદારોશ્રીઓ,શહેર તથા તાલુકા ભાજપના હોદેદારોશ્રીઓ,નગરપાલિકા તથા તાલુકા પંચાયતના સદસ્યોશ્રીઓ સહકારીક્ષેત્રના આગેવાનશ્રીઓ,શક્તિકેન્દ્ર ના ઇન્ચાર્જશ્રીઓ અને બુથ સુધીના કાર્યકર્તાઓ તથા અમરેલી લોકસભા મતવિસ્તારનાં તમામ ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિત રહેલ.

            અમરેલી લોકસભા સીટ ૫(પાંચ) લાખ કરતા વધારે મત ની લીડથી જીતવા ભાજપનાં કાર્યકર્તાઓ માં જબરદસ્ત થનગનાટ અને ઉસ્તાહ નું વાતાવરણ જોવા મળેલ.આમ “પહેલો ધા રાણાનો ”કરીને અમરેલી જીલ્લા ભાજપ દ્વ્રારા મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનો પ્રારંભ કરી ચુંટણી ની જબરદસ્ત તૈયારીઓ શરૂ કરી દીધી છે તેમ જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસીયા અને જીલ્લા મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા ની અખબાર યાદી માં જણાવેલ છે.

Related Posts