અમરેલીમાં આવેલ વાંઝા વાડી ખાતે અમદાવાદથી જાનમા ફોટોગ્રાફી કરવા માટે આવેલા ફોટોગ્રાફરની કેમેરા લેન્સ સહિત ચિજવસ્તુ ભરેલા કુલ રૂપિયા 95 હજારના મુદામાલ સાથેના થેલાની કોઇ ચોરી કરીને લઇ જતા આ બારામા તેણે અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, ચોરીની આ ઘટના અમરેલીમા વાંઝા વાડીમા બની હતી. સિધ્ધપુર પાટણમા રહેતા બાબુભાઇ લક્ષ્મણભાઇ પ્રજાપતિ (ઉ.વ.34) નામના યુવાને અમરેલી સીટી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ અમદાવાદ રહેતા દિક્ષિતભાઇ ચાવડાના લગ્નની જાન લઇ અમરેલીમા તારવાડી રોડ પર વાંઝાવાડી ખાતે તારીખ 8ના રોજ વહેલી સવારે પાંચેક વાગ્યે આવ્યા હતા.
બાદમા બપોરના બેએક વાગ્યે લગ્નવિધી પુર્ણ થઇ હતી. જો કે મંડપની બાજુમા રાખેલ કેમેરાની બેગ કોઇ ચોરી કરીને લઇ ગયુ હતુ. આ બેગમા કેમેરા લેન્સ, બેટરી, મેમરી કાર્ડ, ફલેશ લાઇટ મળી કુલ રૂપિયા 95700નો મુદામાલ હતો. બનાવ અંગે પીએસઆઇ જે.એમ.દવે આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Recent Comments