અમરેલી

અમરેલી શહેરની નગરપાલિકાનો સ્વચ્છતા ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં પાંચમો ક્રમ

અમરેલી નગરપાલિકા દ્વારા હાલમા શહેરની સ્વચ્છતા પર પાછલા ઘણા સમયથી વિશેષ ધ્યાન આપવામા આવી રહ્યું છે અને ખાસ કરીને ડોર ટુ ડોર કચરાના કલેકશન તથા સ્પોટ પરથી કચરાના કલેકશનની કામગીરીમા સુધારો થતા સ્વચ્છતા સર્વેક્ષણમા અમરેલી પાલિકાને રાજયમા પાંચમો ક્રમ મળ્યો છે. જયારે ભાવનગર ઝોનમા અમરેલી પાલિકા પ્રથમ ક્રમે રહી છે.પ્રાપ્ત વિગત મુજબ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા સ્વતંત્ર એજન્સી મારફત સ્વચ્છતા સર્વેક્ષણ કરાવવામા આવે છે. જે અંતર્ગત દેશની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની સ્વચ્છતાના પરિણામો આજે જાહેર કરાયા છે. આ સર્વેક્ષણ માટેની ટુકડીઓ વર્ષમા જુદાજુદા સમયે અમરેલીમા આવી હતી.

પાલિકાના સતાધીશોને મળ્યા વગર સીધી જ પબ્લીકમા જઇ શહેરની સ્વચ્છતા અંગે જાણકારી મેળવી હતી. એટલુ જ નહી નગરના લોકોના સ્વચ્છતા અંગેના અભિપ્રાયો પણ લીધા હતા.આ સર્વેક્ષણના આધારે આજે પરિણામ જાહેર કરવામા આવતા ભાવનગર ઝોન નીચે આવતા જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લાની ૨૭ નગરપાલિકામાથી અમરેલી નગરપાલિકાને પ્રથમ ક્રમ આપવામા આવ્યો છે. જયારે સમગ્ર ગુજરાતની ૧૫૬ પાલિકામાથી પાંચમો ક્રમ અપાયો છે.

Follow Me:

Related Posts