fbpx
અમરેલી

અમરેલી શહેરમાંથી પોલીસ નહી હોવા પોલીસના યુનિફોર્મમાં આંટા ફેરા મારતા નકલી પોલીસને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

પોલીસ મહાનિદેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ રાજ્યમાં પોલીસમાં ફરજ બજાવતા ન હોવા છતાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી, આમ નાગરીકો સાથે છેતરપીંડી કરતા અને પોલીસની છબીને ખરાબ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે. જે અનવયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નકલી પોલીસ બનતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જિલ્લામાં પોલીસ નહી હોવા છતા ખોટી ઓળખ ઊભી કરી નાગરીકો સાથે છેતરપીંડી કરતા ઇસમો ઉપર વોચ રાખી, આવા નકલી પોલીસ બનતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ ને બાતમી રાહે હકિકત મળેલ કે, અમરેલી શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી એક ઇસમ આંટા ફેરા મારે છે જે હકકિત આધારે પોલીસના યુનિફોર્મમાં એક ઇસમને પકડી પાડી, સઘન પુછ પરછ કરતા પોતે પોલીસ નહી હોવાની હકિકત જણાય આવતા, મજકુર પાસેનો પોલીસ યુનિફોર્મ વિગેરે કબ્જે કરી, મજકુર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. → પકડાયેલ ઇસમનું નામઃ- ઉમેશ રાહુલભાઇ વસાવા, ઉ.વ.૩૧, રહે.ચિત્તપુર, ટાંકી ફળીયું, તા.ઉચ્છલ, જિ.તાપી, હાલ રહે.વ્યારા, નવા ડેપો વિસ્તાર, મકાન નં. ૧૧, તા.વ્યારા, જિ.તાપી. કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ- ગુજરાત પોલીસનો યુનિફોર્મ, પોલીસ કેપ, બેલ્ટ, બુટ તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન
કિ.રૂ.૩,૦૦૦/- તથા રોકડ રૂ.૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૦૦૦/- નો મુદ્દામાલ. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એસ.આર.ગોહિલ તથા એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ. મહેશભાઇ મુંઘવા, કિશનભાઇ આસોદરીયા, રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. વરજાંગભાઇ મુળાસીયા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts