અમરેલી શહેર માં શશાંક મહાજન પાર્ટી પ્લોટ ખાતે ભાજપ દ્વારા કારોબારી બેઠક યોજાઈ

અમરેલી શહેર માં શશાંક મહાજન પાર્ટી પ્લોટ ખાતે ભાજપ દ્વારા કારોબારી ને બેઠક યોજાઈ આ બેઠક માં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ના ડાયરેકટર સ્વ. ચંદુભાઈ સંઘાણી નું નિધન થતાં શોક પ્રગટ કરવામાં આવ્યો હતો તેમજ 2 મિનિટ નું મોન પાળી ને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી તેમજ કાર્યક્રમ માં હાજર રહેલા મુખ્ય મહેમાનો ને ખેસ પહેરાવી ની સ્વાગત કરવામાં આવ્યું હતું અને દીપ પ્રાગટ્ય કરી ની કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી
સહકારી પ્રવુતિ માં નામ રોશન કરનાર દિલીપભાઈ સંઘાણી એ વિશ્વ ની સૌથી સહકારી સંસ્થા ioac ના નામાંકન ભરવા બદલ તેમને શુભેચ્છાઓ પઠવામાં આવી હતી તેમજ અમરેલી જિલ્લા પ્રમુખ દ્વારા અમરેલી નગરપાલિકા ની ટીમ ની કામગિરિ ને બિરદાવવામાં આવી હતી તેમજ તા.28 ના રોજ સૌરાષ્ટ્રની પાવનધરા આટકોટમા શ્રી કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલના લોકાર્પણ પ્રસંગે પધારી રહેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ના કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકા ભાજપ અને શહેર ભાજપની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું. હતું અને કાર્યક્રમ નું સંપૂર્ણ આયોજન અમરેલી શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન મુકેશભાઈ સંઘાણી, શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી, મૌલિકભાઈ ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, પૂર્વ જિલ્લા ભાજપનાં પ્રમુખ દિનેશભાઈ પોપટ,મેહુલભાઈ ધરજીયા, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મંત્રી ભાવનગર ગોંડલીયા,અલકાબેન ગોંડલીયા અને ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments