અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કામ કરતા એક મહિલાને પારિવારીક સમસ્યા હોવાથી તેમણે ‘સખી વન સ્ટોપ સેન્ટર’ અમરેલીનો સંપર્ક કર્યો હતો. સેન્ટરના પ્રયાસો થકી મહિલાના પતિ સાથેની પારિવારીક સમસ્યાનું સમાધાન આવ્યું છે. રજૂઆત કરનાર મહિલા ૩ દીકરીઓનાં માતા છે, મહિલાને તેમના પતિ દ્વારા વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ મારકૂટ કરી કશું જ કમાતા ન હતા. આથી મહિલા નોકરી કરી તેની ત્રણેય દીકરીઓનું સ્વનિર્ભર થઇ ભરણપોષણ કરતા હતા. મહિલાના પતિ તેની નોકરીની જગ્યાએ જઈ ‘તને નોકરી નહિ કરવા દઉં’ આવી ધમકી આપતા આ મહિલાએ અહીં સેન્ટર પર આવ્યા હતા. આ મહિલાએ કાઉન્સેલિંગ કરી તેના પતિને બોલાવવામાં આવ્યા હતા. તેના પતિને સમજાવીને તેમજ કાયદાનું ભાન કરાવતા તેને પોતાની જવાબદારી સમજાઈ ગઈ હતી. તેમજ હવે પછી બહેનને હેરાન નહિ કરે અને બધી જવાબદારી નિભાવશે તેવી બાહેંધરી આપી હતી. ભારત સરકાર પુરસ્કૃત– મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ અમરેલી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના માર્ગદર્શન નીચે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત છે. જેમાં હિંસાથી પીડિત બહેનો માટે એકજ છત નીચેથી તમામ મદદ પૂરી પાડવામાં આવે છે. આમ ‘સખી વન સ્ટોપ સેન્ટર’ના પ્રયત્નોથી બહેન પોતાની સ્વમાનભેર જિંદગી જીવવા માટે મદદ મેળવી છે તેમ મહિલા બાળ વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
અમરેલી સખી ‘વન સ્ટોપ સેન્ટર’ દ્વારા મહિલાની પારિવારીક સમસ્યાનું સુખદ સમાધાન કરાવાયું


















Recent Comments