fbpx
અમરેલી

અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયાને ખેડૂતો વતી રજૂઆત કરતા જીલ્લા પંચાયત સભ્ય રાહુલભાઈ રાદડીયા

અમરેલી જીલ્લામાં ખાનગી કંપની દ્વારા સાવરકુંડલા તાલુકામાં ખેડૂત ખાતેદારોની જમીન ઉપર દબાણ કયૉ હોવા બાબતે જીલ્લા પંચાયત સભ્ય શ્રી રાહુલભાઈ રાદડીયાએ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરેલ છે. શ્રી રાહુલભાઈ રાદડીયાએ સાંસદશ્રીને કરેલ રજૂઆત મુજબ અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે રહેતા ખેડૂત ખાતેદાર શ્રી કલ્યાણભાઈ મન ભાઈ દુધાત ઉ. વ. ૭૦ નાઓ અને તમેની બહેનો શ્રી શારદાબેન હિંમતભાઈ કથિરીયા અને શ્રી કાંતાબેન કનુભાઈ સાવલીયા સંયુકત રીતે મોટા ઝીંઝુડા ખાતે ખાતા નં. ૪ર૬, સવે નં. ૯૯ પૈકી ૩ થી ૧ર વિઘા જમીન ધરાવે છે. કલ્યાણભાઈની બન્ને બહેનો સાસરે હોય, આ જમીન ઉપર તેઓ ખેતી કરી તેમના અને તેમના પરીવારનુ વન ગુજરાન ચલાવી રહયા હતા.

ત્યારે ગત તા. ૧પ/૦૪/ર૦રર ના રોજ આદિત્ય બિરલા નામની ખાનગી કંપનીના અધિકારીઓ દ્રારા તેમની જમીન ઉપર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવા માટ ખેડૂતનો સંપક કરેલ હતો. જેમાં કંપનીએ તેમની પાસેથી જમીન વેચાણથી રાખવા માંગણી કરેલ હતી. જેના અનુસંધાને ખેડૂતે તેમના બહેનોને આ અંગે જાણ કરેલ હતી. જેમાં તેમના સંયુકત ખાતેદાર બહેનો તરફથી જમીન વેચાણ કરવા માટે અસહમતિ દશાવતા ખેડૂતે કંપનીના અધિકારીઓને જમીન આપવાની મૌખિક ના પાડેલ હતી. છતાં કંપની તરફથી જુલાઈ–ર૦રર માં ખેડૂતની જમીન ઉપર પાઈલીંગ તેમજ તાર ફેન્સીંગ કરી જમીન વાળી લેવામાં આવેલ છે.


શ્રી રાહુલભાઈ રાદડીયાએ વધુમાં જણાવેલ છે કે, કંપની સાથે ખેડૂતે કોઈપણ પ્રકારનો લેખિત વેચાણ કરાર/એગ્રીમેન્ટ કે દસ્તાવેજ કરેલ ન હોવા છતાં કંપની તરફથી ખેડૂતને ધાક ધમકી આપી સમગ્ર જમીન ઉપર પાઈલીંગ તેમજ ફેન્સીંગ કરી દબાણ કરવામાં આવેલ છે. જે અમોએ અને ખેડૂત ખાતેદારે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજૂઆત કરતા સાંસદશ્રીએ ખેડૂતોના પ્રશ્નના નિરાકરણ અથેૅ જે કાંઈ કરવુ પડશે તે કરીશુ તેવી ખાતરી આપેલ છે.

Follow Me:

Related Posts